For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તો આ કારણે ઓછા થઈ ગયા હતા તમારા ફેસબૂક ફોલોઅર્સ, લાખો લોકોના ફોલોઅર્સ ઘટ્યા હતા!

ફેસબૂકમાં લાખો લોકોના ફોલોઅર્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. અચાનક ફોલોઅર્સ ઘટતા મોટો હોબાળો મચ્યો હતો. જો કે હવે આ ઘટના પાછળનું કારણ સામે આવી ગયુ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ફેસબૂકમાં લાખો લોકોના ફોલોઅર્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. અચાનક ફોલોઅર્સ ઘટતા મોટો હોબાળો મચ્યો હતો. જો કે હવે આ ઘટના પાછળનું કારણ સામે આવી ગયુ છે.

માર્ક ઝકરબર્ગના 99% ફોલોઅર્સ ઘટ્યા

માર્ક ઝકરબર્ગના 99% ફોલોઅર્સ ઘટ્યા

ફોલોઅર્સ ગુમાવવાની આ યાદીમાં સૌથી વધુ જે નામની ચર્ચા થઈ હતી તે ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના માલિક માર્ક ઝકરબર્ગનું હતું. 119 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતા માર્ક ઝકરબર્ગના ફોલોઅર્સ માત્ર ચાર અંકમાં જ ઘટી ગયા હતા. જો કે હાલમાં ફરી એકવાર ઝકરબર્ગના ફોલોઅર્સ 9,993 થી 119 મિલિયનને વટાવી ગયા છે.

આખરે કેમ આવુ થયુ?

આખરે કેમ આવુ થયુ?

ઘણા યુઝર્સે અચાનક ફોલોઅર્સ ઓછા થવાની ફરિયાદ કરી હતી. એવુ પણ કહેવામાં આવ્યુ કે, આ ફેક ફોલોઅર્સની છટણીનું પરિણામ છે. જો કે માર્ક ઝકરબર્ગના 99 ટકા ફોલો્અર્સ નકલી હોય એ શક્ય નથી. એવું લાગે છે કે ફેસબુક પરકોઈ બગને કારણે આ ફોલોઅર્સ ઘટી ગયા હોવા જોઈએ.

મેટા તરફથી કોઈ સત્તાવાર નિવેદન નહીં

મેટા તરફથી કોઈ સત્તાવાર નિવેદન નહીં

માત્ર વિદેશમાં જ નહીં, ભારતમાં પણ ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે ફરિયાદ કરી હતી કે કેવી રીતે તેમના ફોલોઅર્સની સંખ્યામાં અચાનક ઘટાડો થયો છે. કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું ન હતું અને હવે આ મુદ્દો ઉકેલાઈ ગયો છે, મેટાએ આ સમાચાર લખ્યા ત્યાં સુધી આ સંદર્ભમાં કંઈપણ જાહેર કર્યું નથી.

ઘણી મોટી સંસ્થાઓના ફોલોઅર્સ ઘટ્યા

ઘણી મોટી સંસ્થાઓના ફોલોઅર્સ ઘટ્યા

તમને જણાવી દઈએ કે આ અઠવાડિયાની શરૂઆતથી જ અમેરિકામાં ઘણા મોટા મીડિયા આઉટલેટના ફેસબુક ફોલોઅર્સની સંખ્યામાં અચાનક ઘટાડો થયો છે. આ યાદીમાં ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ, વોશિંગ્ટન પોસ્ટ, હફિંગ્ટન પોસ્ટ, ધ હિલ, યુએસએ ટુડે વગેરે જેવા મોટા નામો સામેલ છે, જેમણે ઘણા બધા ફોલોઅર્સ ગુમાવ્યા છે. આ પછી જ આવી અફવાઓનો જન્મ થયો હતો કે સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુક તેના નકલી અથવા બોટ એકાઉન્ટ્સને દૂર કરી શકે છે. આ પહેલા મંગળવારે મેટાએ તેના ફેસબુક યુઝર્સને ડેટા ચોરી અંગે ચેતવણી આપી હતી.

લાખો ફેસબુક યુઝર્સના ડેટાની ચોરી

લાખો ફેસબુક યુઝર્સના ડેટાની ચોરી

મેટાના અહેવાલ અનુસાર, એન્ડ્રોઇડ અને iOS પરની ઘણી એપ્સે તેમના લોગિન ડિટેઈલની ચોરી કરીને તેનો દુરુપયોગ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગભગ 10 લાખ ફેસબુક યુઝર્સના ડેટાની ઓળખપત્રની ચોરીનો મામલો સામે આવ્યો હતો. આ એપ્સ મોટાભાગે ફોટો એડિટર્સ, ગેમ્સ, VPN સેવાઓ, બિઝનેસ અને યુટિલિટી સેવાઓ સાથે સંકળાયેલી હતી. તેના યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેટાએ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પર આવી 400 એપ્સ શોધી કાઢી છે. આ એપ્સ ફેસબુક ડેટાનો ખોટા હેતુઓ માટે ઉપયોગ કરી રહી છે.

English summary
So because of this your Facebook followers were reduced, millions of people's followers were reduced!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X