For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Sri Lanka Blast: પીએમ વિક્રમસિંઘે બોલ્યા ભારતે હુમલા પહેલા આપ્યું હતું અલર્ટ

Sri Lanka Blast: પીએમ વિક્રમસિંઘે બોલ્યા ભારતે હુમલા પહેલા આપ્યું હતું અલર્ટ

|
Google Oneindia Gujarati News

કોલંબોઃ શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ રવિવારે થયેલ સીરિયલ બ્લાસ્ટ વિશે મહત્વની જાણકારી આપી છે. વિક્રમસિંઘેએ ન્યૂઝ ચેનલ એનડીટીવી સાથે વાતચીત કરતા કહ્યું કે ભારતે ઈસ્ટર ડે પહેલા હુમલાને લઈ ઈન્ટેલીજેન્સ શેર કરી હતી પરંતુ સુરક્ષામાં ચૂક થઈ. રાજધાની કોલંબોમાં થયેલ આઠ સીરિયલ બ્લાસ્ટમાં બુધવાર સુધી 359 લોકોના મોત થઈ ચૂક્યાં છે અને 500થી વધુ લોકો ઘાયલ થયા છે. કોલંબોના ત્રણ ફાઈવ સ્ટાર હોટલ્સ ઉપરાંત સેન્ટ એંથોની અને સેન્ટ સેબેસ્ચિયન ચર્ચને પણ હુમલામાં ટાર્ગેટ બનાવવામાં આવ્યાં છે.

ઈન્ટેલિજેન્સને નજરઅંદાજ કરી

ઈન્ટેલિજેન્સને નજરઅંદાજ કરી

વિક્રમસિંઘેએ ઈન્ટર્વ્યૂમાં કહ્યું કે, ભારતે અમારી સાથે ઈન્ટેલીજેન્સ શેર કરી હતી પરંતુ તે માહિતી પર સરખી રીતે અમલ ન થઈ શક્યો. તેમણે જણાવ્યું કે શ્રીલંકાના તપાસકર્તાઓ કેટલાય દેશો, જેમાં ચીન અેન પાકિસ્તાન પણ સામેલ છે, તેમની સાથે સંપર્કમાં છે. ઈસ્ટરમાં શ્રીલંકાના સમયાનુસાર 8.30 વાગ્યે પહેલો બ્લાસ્ટ થયો અને જોતજોતામાં આઠ બ્લાસ્ટે શ્રીલંકાને ધ્રૂજાવી નાખ્યું. આ હુમલાઓને સાત આત્મઘાતી હુમલાવરોએ અંજામ આપ્યો હતો. મંગળવારે ISISએ હુમલાની જવાબદારી લીધી છે. અગાઉ શ્રીલંકાની સરકાર અને નેશનલ તૌહીદ જમાતને હુમલા માટે જવાબદાર ગણાવવામાં આવી રહ્યા હતા. આ હુમલાઓની સાથે જ પાછલા 10 વર્ષથી શ્રીલંકમાં જાહેર શાંતિનો પણ ભંગ કરી દીધો.

ત્રણ વાર અલર્ટ કરવામાં આવ્યું

ત્રણ વાર અલર્ટ કરવામાં આવ્યું

વિક્રમસિંઘેના ઈન્ટર્વ્યૂથી અલગ ઈંગ્લિશ ડેલી હિન્દુસ્તાન ટાઈમ્સના સૂત્રોના હવાલેથી લખ્યું કે ભારત તરફથી શ્રીલંકાને હુમલાથી પહેલા ત્રણ અલર્ટ મોકલવામાં આવ્યાં હતાં. પહેલું અલર્ટ ચાર એપ્રિલે મોકલવામાં આવ્યું હતું. ડિસેમ્બર 2018માં નેશનલ તૌહીદ જમાતના નેતા મૌલવી ઝહારાન બિન હાશિમ તરફથી એક વીડિયો બાદ ભારતની ઈન્ટેલીજેન્સ એજન્સિઓ એલર્ટ થઈ ગઈ હતી. આ વીડિયોનો પતો એ સમયે લાગ્યો હતો જ્યારે સુરક્ષા એજન્સિઓ કોયમ્બતૂરમાં ISISના એક મોડ્યૂલની તપાસ કરી રહી હતી. જે પહેલા શ્રીલંકાને મોકલવામાં આવ્યું હતું જેમાં ચર્ચો ઉપરાંત ભારતીય દૂતાવાસ પર પણ હુમલાની વાત કહેવામાં આવી હતી. બીજું અલર્ટ હુમલાની પહેલા મોકલવામાં આવ્યું હતું અને આ અલર્ટ બહુ જ વિસ્તૃત હતું જેમાં સંભવિત ટાર્ગેટ્સ વિશે જણાવવામાં આવ્યું હતું. આખરી અલર્ટ હુમલાની થોડી કલાકો પહેલા મોકલવામાં આવ્યું હતું.

રક્ષા સૂત્રોએ પણ કહી અલર્ટ કરવાની વાત

રક્ષા સૂત્રોએ પણ કહી અલર્ટ કરવાની વાત

બીજી બાજુ ન્યૂઝ એજન્સી રૉયટર્સે શ્રીલંકાના રક્ષા સૂત્રો તરફથી જણાવવામાં આવ્યું છે કે ભારતીય ઈન્ટેલીજેન્સ ઑફિસર્સ તરફથી પહેલા હુમલાને બે કલાક પહેલા ચર્ચ પર હુમલા સાથે જોડાયેલ ઈન્ટેલીજેન્સ શેર કરી હતી. અન્ય એક રક્ષા સૂત્રોએ જણાવ્યું કે પહેલા હુમલાના કેટલાય કલાકો પહેલા ભારત તરફ હુમલાઓ સાથે જોડાયેલ ચેતાવણી આપવામાં આવી હતી. વિક્રમસિંઘેએ કહ્યું કે હજુ સુધી એવું લાગી રહ્યું છે કે શ્રીલંકાના નાગરિકોનું એક ગ્રુપ હુમલામાં સામેલ હતું પરંતુ તેમના વિદેશો સાથે સંબંધ હતા. તેમણે તપાસ માટે વિદેશી એજન્સીઓની મદદ લેવાની વાત પણ કહી છે.

ISIS એ લીધી શ્રીલંકાના ચર્ચ અને હોટલોમાં થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારીISIS એ લીધી શ્રીલંકાના ચર્ચ અને હોટલોમાં થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી

વિદેશી એજન્સીઓની મદદની વાત

વિદેશી એજન્સીઓની મદદની વાત

વિક્રમસિંઘે મુજબ શ્રીલંકા પાસે ભારત સાથે શ્રેષ્ઠ ઈન્ટેલીજેન્સ શેરિંગ સિસ્ટમ છે. ભારત જરૂર પડ્યે હંમેશા મદદ કરતું આવ્યું છે. પરંતુ હજુ અમેરિકા અને યૂકે પાસેથી પણ મદદની જરૂરત પડી શકે છે. વિક્રમસિંઘેએ કહ્યું કે હજુ પહેલી પ્રાથમિકા આતંકીઓની ધરપકડ કરવાની છે. જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી કોઈપણ સુરક્ષિત નહી થાય.

English summary
Sri Lanka Blast: three alert sent by India before Easter day blast, Sri Lankan Prime Minister Ranil Wickremesinghe said in an interview to Indian media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X