For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Sri Lanka Food Crisis : 400 ગ્રામ દૂધ પાવડરના 790 રૂપિયા, ચોખા, ખાંડના ભાવ આસમાને

શ્રીલંકામાં આર્થિક સંકટ સતત વધી રહ્યું છે. મોંઘવારીને કારણે દેશમાં ખાણી-પીણીના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

Sri Lanka Food Crisis : શ્રીલંકામાં આર્થિક સંકટ સતત વધી રહ્યું છે. મોંઘવારીને કારણે દેશમાં ખાણી-પીણીના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. સમસ્યાની ગંભીરતા એ હકીકત પરથી સમજી શકાય છે કે, લોકોને ખાદ્યપદાર્થો ખરીદવા માટે કલાકો સુધી કતારમાં ઉભા રહેવું પડે છે.

food

લગભગ 16 શ્રીલંકાના લોકો શરણાર્થી તરીકે ભારતમાં પ્રવેશ્યા

ગહન નાણાકીય અને ખાદ્ય સંકટને ધ્યાનમાં રાખીને ઘણા શ્રીલંકન તામિલ લોકો હવે ભારત તરફ વળ્યા છે. મંગળવારના રોજ લગભગ 16 શ્રીલંકાના લોકો શરણાર્થી તરીકે ભારતમાં પ્રવેશ્યા હતા. એક અંદાજ મુજબ મોટી સંખ્યામાં શ્રીલંકાના લોકો ભારતમાં આશરો લઈ રહ્યા છે.

છ લોકોની ટીમને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા રામેશ્વરમના દરિયાકાંઠેથી બચાવી લેવામાં આવી

શ્રીલંકાના શરણાર્થીઓની બે ટીમ મંગળવારના રોજ ભારતીય તટ પર પહોંચી હતી. જેમાંથી છ લોકોની ટીમને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા રામેશ્વરમના દરિયાકાંઠેથી બચાવી લેવામાં આવી હતી. તેઓ અરિચલ મુનાઈથી દૂર એક ટાપુ પર અટવાઈ ગયા હતા. આ લોકો શ્રીલંકાના ઉત્તર જાફના અથવા મન્નાર પ્રદેશમાંથી મુસાફરી કરી રહ્યા હતા.

10 લોકોની બીજી ટીમ મોડી રાત્રે ભારતીય તટ પર પહોંચી

મંગળવારના રોજ આવેલા શરણાર્થીઓમાં ત્રણ બાળકો હતા. આ લોકો રામેશ્વરના કિનારે એક ટાપુ પર અટવાયા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોએ તેમને બચાવીને ભારત લાવ્યા હતા. 10 લોકોની બીજી ટીમ મોડી રાત્રે ભારતીય તટ પર પહોંચી હતી.

ભારતે 17 માર્ચે 1 બિલિયન યુએસ ડોલરની ક્રેડિટ સુવિધા આપવાનો નિર્ણય કર્યો

વિશ્લેષકોએ ચિંતા વ્યક્ત કરી છે કે, 1989ના ગૃહયુદ્ધના સમયની જેમ સમાન સ્થળાંતર થવાની સંભાવના છે. શ્રીલંકા પાસેનો વિદેશી હૂંડિયામણનો ભંડાર સુકાઈ ગયો છે. બહારથી આવશ્યક ચીજવસ્તુઓ લાવવા માટે દેશ પાસે પૈસા નથી. આ વર્ષે તેમણે હપ્તામાં USD 6 બિલિયનની લોન ચૂકવવાની છે, પરંતુ વિદેશી હૂંડિયામણની અનામત માંડ બે અબજની આસપાસ છે. આવી સ્થિતિમાં એક તરફ ચીને હાથ ઉંચા કર્યા છે, ત્યારે ભારતે 17 માર્ચે 1 બિલિયન યુએસ ડોલરની ક્રેડિટ સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે.

400 ગ્રામ મિલ્ક પાવડરની કિંમત 790 રૂપિયા

  • ચોખાની કિંમત 500 શ્રીલંકન રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે.
  • શ્રીલંકામાં 400 ગ્રામ દૂધનો પાવડર 790 રૂપિયામાં મળે છે.
  • છેલ્લા ત્રણ દિવસમાં મિલ્ક પાવડરના ભાવમાં રૂપિયા 250નો ઉછાળો આવ્યો છે.
  • શ્રીલંકામાં એક કિલો ખાંડની કિંમત 290 રૂપિયા પર પહોંચી ગઈ છે.
English summary
Sri Lanka Food Crisis : Rs 790 for 400 grams of milk powder, rice, sugar prices skyrocket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X