ઇન્ડોનેશિયામાં બોક્સિંગ મેચ દરમિયાન ભાગદોડ, 18ના મોત

પોલીસે જણાવ્યું છે કે, પીડિતોમા મોટાભાગે મહિલાં સામેલ હતી. રવિવારે મધ્યરાત્રી પહેલા આ ભાગદોડ મચી હતી. નાબીરે શહેરના કોટા લામા સ્ટેડિયમ બહાર નીકળવા માટે બે જ રસ્તાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. સ્ટેડિયમમાં અંદાજે 1500 દર્શક હતા.
પાપુઆ પ્રાન્તના પોલીસ પ્રવક્તા લેફ્ટિનેન્ટ કર્નલ ગેડ સુમર્તા જયાએ કહ્યું કે સ્ટેડિયમમાં બુપાતી કપ અથવા રીજેન્ટ કપ માટે નિર્ણાયક મેચ હતી. નિર્ણાયકોએ જ્યારે એક ખેલાડીના પક્ષમાં પોઇન્ટ આપ્યા તો બીજા ખેલાડીના સમર્થકોએ નિર્ણાયકો પર ખુરશી ફેંકી, જેના જવાબમાં વિજેતા ખેલાડીઓના સમર્થકો બોતલ અને તુટેલી ખુરશી ફેંકવા લાગ્યા. જેના કારણે સ્ટેડિયમમાં અફરા-તફરી મચી ગઇ અને ઘભરાયેલા લોકોએ ભાગવાનું શરૂ કર્યું.
જયાએ જણાવ્યું કે મૃતકોમાં 12 મહિલાઓ સામેલ છે અને 40 અન્ય દર્શકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
