હવે કેનેડાનો એક માર્ગ ઓળખાશે એ આર રહેમાનના નામથી
ટોરેન્ટો, 8 નવેમ્બર : ઓસ્કર એવોર્ડ વિજેતા ભારતીય સંગીતકાર એ આર રહેમાનની વૈશ્વિક ખ્યાતિમાં એક વધુ પીછું ઉમેરાયું છે. અલ્લાહ રખા રહેમાનનું કેનેડામાં મોટું સમ્માન કરવામાં આવ્યું છે. ઓન્ટેરિયો રાજ્ય, કેનેડાનના ટોરન્ટોની બાજુમાં જ આવેલા મરખામ નગરના એક માર્ગને રહેમાનનું નામ આપવામાં આવ્યું છે.
રસ્તા પર મૂકવામાં આવેલા બોર્ડ પર 'અલ્લા રખા રહેમાન સ્ટ્રીટ' નામ દર્શાવવામાં આવ્યું છે. આ બોર્ડ હાથમાં પકડીને રહેમાને તસવીર પડાવી હતી જેને તેમણે બાદમાં ફેસબુક પર પોસ્ટ કરી હતી, જેનું ટાઈટલ તેમણે લખ્યું હતું કે 'વેલકમ ટુ માય સ્ટ્રીટ.'

રહેમાન સ્થાનિક શહેરના વહીવટીતંત્ર તથા ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ટોરન્ટો દ્વારા સંયુક્તપણે આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા ઓન્ટેરિયો ગયા હતા ત્યારે રસ્તાનું એમના નામે નામકરણ કરાયું હતું.












Click it and Unblock the Notifications
