ઉત્તરી જાપાનમાં ભૂકંપના ઝટકા બાદ સમુદ્ર તટ પર આવી 1.4 મીટર ઉંચી સુનામી

Subscribe to Oneindia News

ઉત્તરી જાપાનમાં મંગળવારે ભૂકંપના જોરદાર ઝટકા આવ્યા બાદ સુનામી એલર્ટ જારી કરી દેવામાં આવી છે. જાપાન મીટરોલોજીકલ એજંસીના જણાવ્યા મુજબ આ ભૂકંપની તીવ્રતા 6.9 માપવામાં આવી છે. આ ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે 5.59 વાગે આવ્યો હતો.

earthquake

1.4 મીટરની સુનામી

આ ભૂકંપ બાદ મંગળવારે સવારે 1.4 મીટર સુધી ઉંચી સુનામીની લહેરો જાપાનના તટ પર પહોંચી ચૂકી છે. સેંડાઇ બે માં ભૂકંપ આવ્યાના આશરે બે કલાક બાદ સૌથી ઉંચી સુનામીની લહેરો રેકોર્ડ કરવામાં આવી હતી જ્યારે તટ પર તેની ઉચાઇ ઓછી છે. જાપાન મીટરોલોજીકલ એજંસીએ એલર્ટ જારી કર્યુ છે કે ફુકુશિમા અને મિયાગીમાં 3 મીટર સુધી સુનામી આવી શકે છે. તમને જણાવી દઇએ કે 2011 માં અહીં સૌથી ખતરનાક સુનામી આવી હતી.

earthquake

10 કિમી નીચે હતુ કેન્દ્ર

એજંસીના જણાવ્યા અનુસાર ટોકિયોમાં અનુભવાયેલ આ ભૂકંપનું કેન્દ્ર ફુકુશિમાના તટ પાસે સમુદ્રમાં આશરે 10 કિમી નીચે બતાવવામાં આવી રહ્યુ છે. હજુ સુધી આ ભૂકંપથી જાપાનમાં જાનમાલની હાનિના કોઇ સમાચાર નથી. વળી બીજી તરફ ફુકુશિમામાં ટોકિયો ઇલેક્ટ્રીક પાવર કંપની પોતાના ન્યૂક્લિયર પ્લાંટની તપાસ કરી રહી છે જેથી આ ભૂકંપથી રિએક્ટરને કોઇ નુકશાન થયુ છે કે નહિ તે જાણી શકાય.

earthquake

જાપાનમાં આવતા રહે છે ભૂકંપ

તમને જણાવી દઇએ કે જાપાનમાં ભૂકંપ આવવો સામાન્ય બાબત છે. તે દુનિયાની એ જગ્યાઓમાંની એક છે જ્યાં ભૂકંપ આવતા રહેતા હોય છે. દુનિયાભરમાં 6 કે તેનાથી વધુ તીવ્રતાના આશરે 20% ભૂકંપ જાપાનમાં જ આવ્યા છે. યુએસ જિઓલોજિકલ સર્વે એ પહેલા મંગળવારે જાપાનમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા 7.3 બતાવી હતી પરંતુ બાદમાં તેને ઘટાડીને 6.9 બતાવી.

japan

આર્જેંટીના અને ચિલીમાં પણ આવ્યો હતો ભૂકંપ

બે દિવસ પહેલા જ પશ્ચિમી આર્જેંટીના અને ચિલીના કેટલાક ભાગોમાં 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે આ ભૂકંપથી જાનમાલનું કોઇ પ્રકારનું નુકશાન થયાની કોઇ સૂચના મળી નથી. આ ભૂકંપ સૈન જુઆન પ્રાંતમાં સ્થાનિક સમય અનુસાર 20 નવેમ્બરે સાંજે 5.57 મિનિટે આવ્યો હતો જેનુ કેન્દ્રબિંદુ જમીનથી આશરે 130 કિમી ઉંડુ હતુ.

English summary
Strong quake hits northeastern Japan tsunami warning issued
Please Wait while comments are loading...