• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સીરિયા પર હુમલો અમેરિકાના હિતમાં: ઓબામા

By Super
|

વોશિંગટન, 11 સપ્ટેમ્બરઃ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે, સીરિયામાં બશર અલ અસદ સરકાર વિરુદ્ધ લક્ષિત સૈન્ય કાર્યવાહી અમેરિકન સુરક્ષા હિતોમાં છે. સીરિયામાં કથિત રાસાયણિક હુમલા બાદ ત્યાં સૈન્ય કાર્યવાહી માટે ઓબામાએ સમર્થન માંગ્યું છે. ઓબામાએ રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં કહ્યું કે, સીરિયાની જમીન પર અમેરિકન સૈનિક નહીં ઉતારે. તેનાથી સ્પષ્ટ છે કે, ત્યાં હવાઇ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

ગત મહિને સીરિયાની રાજધાની દમિશ્ક પાસે થયેલા કથિત રાસાયણિક હુમલા બાદ સીરિયા પર દબાણ વધી ગયું છે, અમેરિકાનું કહેવું છે કે, આ હુમલામાં 1429 લોકો માર્યા ગયા અને રાષ્ટ્રપતિ બશર અલ અસદની સરકાર તેના માટે જવાબદાર છે, પરંતુ અસદ આ આરોપોનો ઇન્કાર કરે છે, રશિયા અને ચીન પણ સીરિયામાં સૈન્ય હસ્તક્ષેપનો વિરોધ કરી રહ્યાં છે. ઓબામાએ આ મુદ્દે ફરી એકવાર રશિયા સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન માંગ્યું છે, પરંતુ સ્પષ્ટ કર્યું છે કે, જો રાજકીય પ્રયાસ નિષ્ફળ રહ્યાં તો પણ સૈન્ય કાર્યવાહીનો માર્ગ ખુલ્લો રહેશે.

બીજી તરફ, અમેરિકન કોંગ્રેસમાં સીરિયામાં કાર્યવાહી મુદ્દે થનારું મતદાન ટાળી દેવામાં આવ્યું છે, જેથી આ અંગે રાજકીય પ્રયાસોને તક આપી શકાય. વ્હાઇટ હાઉસમાંથી પોતાના આ સંબોધનમાં રાષ્ટ્રપતિ ઓબામાએ કહ્યું કે, તે સીરિયામાં સૈન્ય હસ્તક્ષેપથી લાંબા સમયથી બચી રહ્યાં હતા, કારણ કે તે માને છે કે, બળપુર્વક કોઇપણ ગૃહ યુદ્ધનું સમાધાન લાવી શકાય નહીં. રાષ્ટ્રપતિ ઓબામાનું આ ભાષણ એવા સમયે આવ્યું છે કે, જ્યારે સીરિયાના મુદ્દે દુનિયામાં રાજકીય વિભાજન સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સીરિયાને રાસાયણિક હથિયારોના આંતરરાષ્ટ્રીય નિયંત્રણમાં રાખવામાં આવવાના રશિયાના પ્રસ્તાવ પર ચર્ચા થવાની હતી પરંતુ ખરા સમયે તેને ટાળી દેવામાં આવ્યું.

અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન એવા પ્રસ્તાવનો મસોદો તૈયાર કરી રહ્યાં છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, જો સીરિયા પોતાના રાસાયણિક હથિયાર નહીં સોંપે તો તેની વિરુદ્ધ બળ પ્રયોગ થાય, પરંતુ રશિયન રાષ્ટ્રપતિ પુતિને એવા પ્રસ્તાવને ખારીજ કર્યો છે, જેમાં બળ પ્રયોગની વાત સામેલછે. એક અન્ય ઘટનાક્રમમાં અમેરિકન વિદેશ મંત્રી જોન કેરી ગુરુવારે સ્વિત્ઝરલેન્ડમાં રશિયા વિદેશમંત્રી સેરગેઇ લાવરોવને મળશે, પરંતુ તેમણે કહ્યું કે દમિશ્કમાં 21 ઑગસ્ટને કથિત રાસાયણિક હુમલા બાદ તેમનું મન બદલાઇ ગયું.

ઓબામાએ કહ્યું કે, મે એ વાતનો ઇરાદો કરી લીધો છે કે, અમેરિકા સીરિયામાં લક્ષિત સૈન્ય હુમલો કરશે, પરંતુ સીરિયાની જમીન પર અમેરિકન સૈનિકો નહીં ઉતરે. એક લક્ષિત કાર્યવાહી થકી અમે અમારું લક્ષ્ય સિદ્ધ કરીશું. અસદને એ સંદેશો હશે કે ભવિષ્યમાં કોઇ અન્ય તાનાશાહ આવું ના કરી શકે. તેમણે કહ્યું કે, અમેરિકાની રાષ્ટ્રિય સુરક્ષાને જોખમ છે અને તેમણે સીરિયામાં કાર્યવાહી માટે કોંગ્રેસનું સમર્થન માંગ્યું છે. ઓબામાએ કહ્યું કે, જો અમેરિકા કાર્યવાહી નહીં કરે તો ખરા અર્થમાં આપણે વ્યાપક વિનાશના હથિયારોના ઉપયોગ માટેનો રસ્તો ખોલી રહ્યાં છીએ, આવી દુનિયાનો અમે સ્વિકાર નથી કરતા.

English summary
President Barack Obama used a nationally televised address on Tuesday night to make his case for military action against Syria, telling skeptical Americans that President Bashar Assad's government posed a threat to US security even as he recognized that diplomatic steps could render attacks unnecessary.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more