For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાલિબાની લડવૈયાઓ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ચારે બાજુથી ઘૂસ્યા – રિપોર્ટ

તાલિબાની લડવૈયાઓ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ચારે બાજુથી ઘૂસ્યા – રિપોર્ટ

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

સમાચાર સંસ્થા એએફપીએ કાબુલમાં રહેનારા કેટલાક લોકોને ટાંકીને કહ્યું છે કે તાલિબાનના લડવૈયાઓ રાજધાની કાબુલ પાસે પહોંચી ગયા છે.

આના એક દિવસ પહેલાં તાલિબાને દેશના પૂર્વમાં આવેલા મહત્ત્વના શહેર જલાલાબાદ પર કોઈ પણ જાતના સંઘર્ષ વગર કબજો કરી લીધો હતો. આ શહેર કાબુલથી અમુક કલાકોના જ અંતરે આવેલું છે.

https://twitter.com/AFP/status/1426802167529177089

બીબીસી સંવાદદાતા યલ્દા હાકીમે સોશિયલ મીડિયા પર તાલિબાનનું અધિકૃત નિવેદન ટાંક્યું છે અને જાણકારી આપી છે કે તાલિબાનના નેતા અફઘાન સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે.

તાલિબાને પોતાના નિવેદનમાં કહ્યું છે, "અમારા લડવૈયાઓ શહેરના બહારના વિસ્તારમાં છે, પણ હાલ શહેરની અંદર નહીં પ્રવેશે."

"અત્યારે વર્તમાન સરકાર સાથે સત્તાના હસ્તાંતરણ અને સુરક્ષાના સંબંધે અમારી વાતચીત ચાલી રહી છે."


કાબુલમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ?

આ દરમિયાન અફઘાન રાષ્ટ્રપતિના ટ્વિટર હૅન્ડલ પરથી એક સંદેશ પોસ્ટ કરવામાં આવ્યો છે.

રાજધાનીમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું આ સંદેશામાં જણાવાયું છે.

સંદેશમાં કહેવાયું છે, "કાબુલમાં ગોળીબારની એકલદોકલ ઘટનાઓ ઘટી છે પણ કાબૂલ પર હુમલો થયો નથી. શહેરને સુરક્ષિત રાખવા માટે સુરક્ષાદળો તથા સૈન્ય આંતરરાષ્ટ્રીય સહયોગીઓ સાથે મળીને કામ કરી રહ્યાં છે. સ્થિતિ હાલ નિયંત્રણ હેઠળ છે."

સમાચાર સંસ્થા એપી અનુસાર તાલિબાને કહ્યું છે કે તેઓ 'શક્તિનો ઉપયોગ કરીને કાબુલ પર કબજો કરવાનું ઇચ્છતા નથી.'

આ પહેલાં રવિવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં તાલિબાને કહ્યું હતું કે તેના લડવૈયા કાબુલ શેહરની બહારના વિસ્તારોમાં પહોંચી ગયા છે.

તાલિબાને પોતાના લડવૈયાઓને કહ્યું છે કે તેઓ હિંસા ન આદરે અને જે લોકો રાજધાની છોડીને જવા માગે છે તેમને શાંતિપૂર્વક જવા દે.


યુદ્ધ થોપવામાં નહીં આવે : અશરફ ઘની

https://twitter.com/BBCYaldaHakim/status/1426819990649511938

અફઘાનિસ્તાનમાં સતત આગળ વધી રહેલા તાલિબાનના પ્રભાવ વચ્ચે શનિવારે રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ કહ્યું હતું કે અફઘાન લોકો પર 'યુદ્ધ થોપવામાં નહીં આવે.'

રાષ્ટ્રજોગ સંદેશમાં ઘનીએ કહ્યું હતું, "અમે ગત 20 વર્ષમાં જે મેળવ્યું છે, તે ગુમાવવા માગતા નથી. અમે હવે અફઘાન લોકોની હત્યાઓ થવા નહીં દઈએ અને જાહેર સંપત્તિને પણ નષ્ટ થવા નહીં દઈએ."

અફઘાન રાષ્ટ્રપતિએ એક રેકૉર્ડેડ સંદેશમાં કહ્યું કે તેઓ જાણે છે કે લોકોને ભવિષ્યની ચિંતા છે.

તેમણે કહ્યું, "હું ભરોસો અપાવું છું કે રાષ્ટ્રપતિ તરીકે મારું ધ્યાન અસ્થિરતા, હિંસા અને વિસ્થાપનને રોકવા પર રહેશે."

અશરફ ઘનીએ કહ્યું, "વર્તમાન પરિસ્થિતિમાં અફઘાનિસ્તાનનાં સુરક્ષાદળો અને સેનાને ફરીથી એક કરવી એ જ અમારી પ્રાથમિકતા છે."

રાષ્ટ્રપતિના સંબોધન પહેલાં એવી અટકળો બાંધવામાં આવી હતી કે અશરફ ઘની રાજીનામું આપી શકે છે. જોકે, તેમણે પોતાના સંબોધનમાં રાજીનામાની જાહેરાત કરી નહોતી.

અફઘાનિસ્તાનમાં બીબીસીના સંવાદદાતા સિકંદર કિરમાણીના જણાવ્યા અનુસાર "અશરફ ઘની તાલિબાન વિરુદ્ધ સુરક્ષાદળોને ફરીથી એકજૂથ કરવાની વાત કરી રહ્યા છે. જોકે, સરકારની સ્થિતિમાં ગભરામણ જણાઈ રહી છે. "

બીબીસી સંવાદદાતા અનુસાર કેટલાય લોકોને કાબુલ પર તાલિબાનના કબજા કરતાં કાબુલમાં લડાઈનો ડર વધુ છે.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=Cf2c-Gf_BqY&t=4s

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Taliban fighters infiltrate Afghanistan's capital Kabul from all sides - report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X