તાલિબાનનો પ્લાન, 7 દિવસમાં કાબુલ સહિત આખા અફઘાનિસ્તાન પર કબ્જો જમાવશે
તાલિબાને અફઘાનિસ્તાનના મહત્વનાં શહેરો પર કબ્જો જમાવવાનું શરૂ કરી દીધું છે. સાત દિવસમાં તાલિબાન હવે રાજધાની કાબુલ સહિત આખા અફઘાનિસ્તાન પર કબ્જો જમાવી લેશે. ઈસ્લામિક સમૂહના એક પ્રવક્તાએ સીએનએન-ન્યૂજ 18ને આ જાણકારી આપી છે. જો કે તેમણે દાવો કર્યો કે તાલિબાન હિંસા બિલકુલ નથી ઈચ્છતું. તાલિબાનના પ્રવક્તાએ વિશ્વ એજન્સીઓને અપીલ કરી કે તેઓ 'માનવીય સંકટ' વચ્ચે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનની મદદ કરે. આની સાથે જ તેમણે આશ્વાસન આપ્યું કે તેઓ કોઈપણ વિદેશી મિશન અથવા સમૂહ પર હુમલો નહીં કરે.
તાલિબાને કહ્યું કે, 'અમે ઈચ્છીએ છીએ કે વિશ્વ એજન્સીઓ અફગાનિસ્તાનની દેખભાળ કરે, કેમ કે આ સૌથી મોટું માનવીય સંકટ છે. અમે કોઈ વિદેશી મિશન અથવા એનજીઓ પર હુમલો નહીં કરીએ.' તાલિબાન દ્વારા એક આક્રમક હુમલામાં વધુ પ્રમુખ ક્ષેત્રીય શહેરો પર કબ્જો કર્યા બાદ રાજધાની કાબુલની સુરક્ષા પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે અને આ કારણે જ સંયુક્ત રાજ્ય અમેરિકા અને બ્રિટને શુક્રવારે અફઘાનિસ્તાનમાં પોતાના નાગરીકોને ત્યાંથી કાઢવા માટે સૈનિકોની તૈનાતીનો આદેશ આપ્યો છે.
આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે તાલિબાને ઉગ્રવાદના કેંદ્રમાં દેશના બીજા સૌથી મોટાં શહેર કંધાર પર નિયંત્રણ કરી લીધું અને માત્ર કાબુલ અને અન્ય ક્ષેત્ર સરકારી હાથોમાં છોડી દીધાં. એટલું જ નહીં, તેઓ કાબુલનો દ્વાર કહેવાતા લોગાર પ્રાંત પર પણ પોતાનો કબ્જો જમાવવા માટે બહુ નજીક પહોંચી ચૂક્યા હતા. તાલિબાનના એક પ્રવક્તાએ કહ્યું કે વિદ્રોહિઓએ રાજધાની પુલ-એ-આલમમાં પોલીસ મુખ્યાલય અને શહેરની જેલ પર કબ્જો જમાવી લીધો હતો.
તાલિબાન દ્વારા શહેરી કેન્દ્રોમાં આઠ દિવસના હુમલા બાદ સરકારે હવે પ્રભાવી રૂપે દેશના અધિકાંશ ભાગો પર નિયંત્રણ ગુમાવી દીધું છે. આનાથી કાબુલના અમેરિકી સમર્થક પણ હેરાન-પહરેશાન છે. સંયુક્ત રાજ્ય અમેરિકા અને તેના સહયોગીઓ દ્વારા અફઘાનિસ્તાનથી પોતાની સેના પરત બોલાવ્યા બાદ મે મહિનાની શરૂઆતમાં તાલિબાને પોતાનું આક્રમણ આરંભ્યું હતું. રાષ્ટ્રપતિ જો બિડેને વચન આપ્યું હતં કે તેઓ 11 સપ્ટેમ્બર સુધી બે દશકાથી ચાલી રહેલ યુદ્ધને સમાપ્ત કરવાના ઉદ્દેશ્યથી ત્યાંથી અમેરિકી સૈનિકોને પાછા બોલાવી લેશે.
અમેરિકાએ પોતાની સેના પરત બોલાવ્યા બાદથી તાલિબાનને અફઘાનિસ્તાનમાં છૂટો દોર મળી ગયો છે અને તેઓ એક પછીં એક અફઘાની શહેરોને પોતાના કબ્જામાં લઈ રહ્યા છે. જો કે હવે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની નજીક પહોંચતાં જ તાલિબાન સામે નવી ડીલ મૂકવાની તૈયારીઓ આરંભાઈ રહી છે, જેને સ્વીકારવા તાલિબાન તૈયાર થઈ જાય તો અફઘાનિસ્તાનના પ્રેસિડેન્ટ અશરફ ગનીની સત્તા તેઓ ગુમાવી બેસશે.