Taliban vs Pakistan Army: તાલિબાને પાકિસ્તાનને આપ્યો અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો, 6 જવાનોના મોત

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદી તણાવ ખતરનાક મોડ પર પહોંચ્યો છે. પાકિસ્તાની સેના દ્વારા એક અફઘાન બાળકને ઠાર કરાતા તાજેતરમાં કંધારના સ્પિન બોલ્ડક વિસ્તારમાં હિંસક અથડામણ થઈ, જેમાં અનેક સૈનિકોના મોત થયા.

આ અથડામણમાં તાલિબાને આક્રમક વલણ અપનાવી છ પાકિસ્તાની સૈનિકોને માર્યા ને એકને પકડી લેવાયો. પાકિસ્તાની સેનાના હથિયારો અને સૈન્ય સાધનો પણ તાલિબાને કબજે કર્યા. આ ગોળીબારથી નાગરિકોમાં ભય ફેલાયો ને વેપારી પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ.

પાકિસ્તાને આ ઘટના અંગે અલગ દૃષ્ટિકોણ રજૂ કર્યો, દાવો કર્યો કે અફઘાન તાલિબાન દ્વારા ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો. પાકિસ્તાની મીડિયા મુજબ, દક્ષિણ વઝીરિસ્તાનમાં ગોળીબારમાં બે મહિલાઓ સહિત ત્રણ નાગરિકો ઘાયલ થયા. પાકિસ્તાન કહે છે કે તેઓ ફક્ત ઘૂસણખોરી રોકવા પ્રયાસ કરી રહ્યા હતા, જેના જવાબમાં તાલિબાને હુમલો કર્યો.

સંબંધો બગડી રહ્યા છે, જેથી શાંતિની શક્યતા ઓછી છે. 2021માં તાલિબાને કાબુલ પર કબજો કર્યો ત્યારે પાકિસ્તાનને 'મિત્ર સરકાર' દ્વારા સુરક્ષા સમસ્યાઓ ઘટવાની આશા હતી. પાકિસ્તાન ઇચ્છતું કે તાલિબાન 'ટીટીપી’ પર અંકુશ રાખે, પરંતુ બન્યું ઊલટું.

ટીટીપીએ પાકિસ્તાનની અંદર હુમલાઓ તેજ કર્યા, જેના કારણે 2025માં પાકિસ્તાની સુરક્ષા દળોને ભારે નુકસાન થયું. પાકિસ્તાન હવે તાલિબાન પ્રત્યે કડક અને આક્રમક વલણ અપનાવી રહ્યું છે. કાબુલ અને નવી દિલ્હી વચ્ચે વધતી નિકટતા પણ પાકિસ્તાનની ચિંતાનું મુખ્ય કારણ છે.

નિષ્ણાતો માને છે કે ભારત-અફઘાન સંબંધો પાકિસ્તાનને કૂટનીતિક રીતે અલગ પાડી શકે છે. આ ભય અને ટીટીપીના હુમલાઓને રોકવા પાકિસ્તાને સરહદ પર મોટી સેના તૈનાત કરી છે. ઓક્ટોબર 2025નું યુદ્ધવિરામ (સીઝફાયર) પણ તૂટી ગયું છે, જેથી સંઘર્ષ વધુ તીવ્ર બનવાની શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X