તમિલ એક્ટીવિસ્ટે LTTE ચીફ પ્રભાકરન જીવિત હોવાનો દાવો કર્યો. બહુ જલ્દી પુરાવા આપશે
આ પહેલી વખત નથી જ્યારે પાઝા નેદુમારને પ્રભાકરન સંબંધિત મોટા દાવા કર્યા હોય. આ પહેલા પણ તે સનસનાટીભર્યા દાવા કરી ચુક્યા છે.
કોલંબો : શ્રીલંકન આતંકવાદી સંગઠન LTTE ના વડા પ્રભાકરને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તમિલ એક્ટિવિસ્ટ પાઝા નેદુમારને દાવો કર્યો છે કે LTTE ચીફ પ્રભાકરન જીવિત છે તે બહુ જલ્દી પુરાવા આપશે. તેમણે કહ્યું કે, પ્રભાકરન જીવિત હોવાની જાહેરાતથી શ્રીલંકાના તમામ તમિલોમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર થયો છે. અમે જીવિત હોવાનો પુરાવો બતાવવા માંગીએ છીએ. હું તમને બોલાવીને પુરાવો બતાવીશ. મને પુરાવા મળતા જ હું મીડિયાને મળીશ અને તેને સાર્વજનિક કરીશ.

આ પહેલી વખત નથી જ્યારે પાઝા નેદુમારને પ્રભાકરન સંબંધિત મોટા દાવા કર્યા હોય. આ પહેલા પણ તે સનસનાટીભર્યા દાવા કરી ચુક્યા છે. 13 ફેબ્રુઆરીએ પાઝા નેદુમારને દાવો કર્યો હતો કે પ્રતિબંધિત લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ એટલે કે LTTEના નેતા વેલુપિલ્લઈ પ્રભાકરન સ્વસ્થ અને ઠીક છે. ટૂંક સમયમાં તમિલ જાતિની મુક્તિ માટેની યોજના જાહેર કરાશે.
નેદુમારને પત્રકારોને જણાવ્યું કે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિ અને શ્રીલંકાની રાજકીય કટોકટી અને રાજપક્ષે સરકારની હકાલપટ્ટીએ એલટીટીઇના વડાને બહાર નીકળવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, 18 મે 2009ના રોજ પ્રભાકરન શ્રીલંકાના ઉત્તરીય પ્રદેશમાં મુલ્લાઇતિવુ જિલ્લામાં મુલ્લાઇવૈક્કલ ખાતે શ્રીલંકાના સરકારી સૈનિકો દ્વારા માર્યો ગયો હોવાનો દાવો કરાયો હતો. આ પછી તત્કાલીન સરકારે એલટીટીઈ ચીફ પ્રભાકરનને મૃત જાહેર કર્યો હતો.












Click it and Unblock the Notifications
