અફઘાનિસ્તાનની કાબુલ યુનિવર્સિટીમાં આતંકી હુમલો, 25 લોકોના મોત 40થી વધુ ઘાયલ
અફઘાનિસ્તાનની કાબુલ યુનિવર્સિટીમાં આતંકી હુમલો, 25 લોકોના મોત 40થી વધુ ઘાયલ
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આતંકી હુમલાએ દહેશત મચાવી છે. કાબુલ વિશ્વવિદ્યાલયમાં થયેલ આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 25 લોકોના જીવ ચાલ્યા ગયા છે, જ્યારે 40થી વધુ લોકો ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી મુજબ કાબુલ વિશ્વવિદ્યાલય પાસે કેટલાક બંદુકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો. હુમલા બાદ કાબુલ વિશ્વવિદ્યાલય પરિસરમાં હડકંપ મચી ગયો હતો, ઘટના સ્થળે પહોંચેલા સુરક્ષાબલોની આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ છે. આકા કેમ્પસને સુરક્ષાબળોએ ઘેરી લીધા છે, પરિસર અંદરથી સતત ગોળીઓનો અવાજ સંભળાઈ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ આ હુમલો એવા સમયે થયો જ્યારે અફગાન અને ઈરાની અધિકારી વિશ્વવિદ્યાલયમાં એક પુસ્તક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. કાબુલ વિશ્વવિદ્યાલયમાં આતંકી હુમલાની પુષ્ટિ કરતાં અફઘાનિસ્તાનના આંતરિક મામલાના મંત્રાલયના પ્રવક્તા તારિક એરિયને કહ્યું કે બંદુકધારીઓના એક ગ્રુપે સોમવારે બપોરે યૂનિવર્સિટી કેમ્પસમાં ગોળીબાર કર્યો. સુરક્ષાબલો સાથે તેમની અથડામણ ચાલુ છે, સ્થિતિને કાબૂમાં કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
ક્લાસમાં વિદ્યાર્થીઓ પર ગોળીઓ વરસાવી
જણાવવામાં આવી રહ્યું છે કે યૂનિવર્સિટીના પરિસરમાં અફઘાન સ્પેશિયલ ફોર્સ અને વિદેશી કમાંડોની એક ટીમ પહોંચી છે, પાછલા કેટલાક કલાકોથી હુમલાખોરો અને સુરક્ષાબલો વચ્ચે અથડામણ ચાલુ છે. હુમલા બાદથી જ કાબુલ વિશ્વવિદ્યાલય તરફ જતા તમામ રસ્તાઓને બ્લૉક કરી દેવામાં આવ્યા છે. આંખે જોનારાઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યા મુજબ હુમલાખોરો એક ક્લાસમાં ઘૂસ્યા જ્યાં તેમણે વિદ્યાર્થીઓ પર ગોળીબાર શરૂ કરી દીધો. આ હુમલામાં કેટલાય વિદ્યાર્થીઓનાં મોત થયાં છે અને કેટલાય ઘાયલ થયા છે. આતંકીઓની ધરપકડ માટે મોટી સંખ્યામાં સુરક્ષાબળોને તહેનાત કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
