પેશાવર એરપોર્ટ પર મિસાઇલ દ્વારા હુમલો, 10ના મોત

સ્થાનિયલોકો અને સાક્ષીઓએ જણાવ્યું કે શનિવારની લગભગ રાત્રે 9 વાગ્યાની આસપાસ આ રોકેટ આંતરરાષ્ટ્રીય હવાઇમથક, યુનિવર્સિટી ટાઉન અને આસપાસના અન્ય વિસ્તારોમાં આવીને પડી હતી.
ટેલિવિઝન સમાચાર ચેનલોએ અધિકારીઓનો હવાલો આપતા જણાવ્યું કે આ રોકેટ ખૈબર-પખ્તૂનખ્વા પ્રદેશની રાજધાની પેશાવર પાસેના કબાઇલી વિસ્તારોમાંથી છોડવામાં આવ્યા હતા. ત્યારબાદ ભારે ગોળીબાર પણ થયો હતો, જેના જવાબમાં પોલીસ જવાનોએ જવાબી ગોળીબાર કર્યો હતો.
ખૈબર શિક્ષક હોસ્પિટલના વરિષ્ઠ અધિકારી ઉમર અયુબે જણાવ્યું કે હોસ્પિટલમાં બે મૃતદેહ અને 30 ઇજાગ્રસ્તોને લાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે ઇજાગ્રસ્તોમાંથી ચાર લોકોની હાલત ગંભીર છે. જોકે હજી સુધી કોઇપણ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાદારી સ્વીકારી નથી.












Click it and Unblock the Notifications
