For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિત્રને નદીમાં ડૂબતા જોઈને બચાવવા કૂદ્યા દુબઇના ક્રાઉન પ્રિન્સ, જુઓ વીડિયો

હાલ દુબઈના ક્રાઉન પ્રિન્સનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દુબઈના ક્રાઉન પ્રિન્સ પોતાના મિત્રને મુશ્કેલીમાં ફસાયેલો જોઇને તેને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યા હતા.

|
Google Oneindia Gujarati News

દુબઈ : મુશ્કેલીમાં સાથ આપે એ જ સાચો મિત્ર. હાલ દુબઈના ક્રાઉન પ્રિન્સનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દુબઈના ક્રાઉન પ્રિન્સ પોતાના મિત્રને મુશ્કેલીમાં ફસાયેલો જોઇને તેને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યા હતા, અને પોતાના મિત્રની સલામતીની ખાત્રી કરી હતી.

The Crown Prince of Dubai

મુશ્કેલીમાં ફસાયો મિત્ર

દુબઈના ક્રાઉન પ્રિન્સ જરૂરિયાતના સમયે મદદરૂપ મિત્ર છે, તેની ખાત્રી કરવા માટે એક વાયરલ વીડિયો પૂરતો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમ મિત્રની મદદ માટે દોડતા જોવા મળી રહ્યા છે. દુબઈના ક્રાઉન પ્રિન્સના મિત્ર નાસીર અલ નેદીને વોટર જેટપેકિંગ કરવાનું હતું. જે દરમિયાન તે મુશ્કેલીમાં મૂકાઈ ગયો હતો. વોટર સ્પોર્ટ્સ દરમિયાન દુબઈના ક્રાઉન પ્રિન્સનો મિત્ર જીવલેણ મુશ્કેલીમાં ફસાઈ ગયો હતો.

The Crown Prince of Dubai

પાણીમાં સર્જાયો અકસ્માત

જ્યારે નાસેર અલ નેદી પાણીનું જેટપેકિંગ કરી રહ્યો હતો, ત્યારે હસી મજાકનો માહોલ હતો, આ રમતમાં લોકોને જેટની મદદથી પાણીથી 30 ફૂટ ઉપર લઈ જવામાં આવે છે અને આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવે છે, પરંતુ જ્યારે નાસેર અલ-નેડી જેટપેક ચાલુ રાખે છે, ત્યારે પોતાનો કંટ્રોલ ગુમાવી દે છે. જેથી પરિસ્થિતિ જોખમી બની જાય છે. પહેલા તો આખું વાતાવરણ આનંદ અને હાસ્યથી ભરેલું હોય છે, પરંતુ ધીરે ધીરે દરેક વ્યક્તિ સમજવા લાગે છે કે, નાસીર અલ નેદીએ નિયંત્રણ ગુમાવી દીધું છે. જે બાદ નાસર અલ નેદીનો પાણીની નીચે ગરકાવ થવાનો શરૂ થઇ જાય છે.

The Crown Prince of Dubai

દુબઈના ક્રાઉન પ્રિન્સ આવ્યા મિત્રની વહારે

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાનન પણ નાસીર અલ નેદીને આવી વિકટ પરિસ્થિતિનો ભોગ બનતો જોઇ રહ્યા હતા. થોડા સમય માટે તેમનો મિત્ર નાસીર ક્યાંય દેખાતો નથી, તે જોઈને ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન પોતે પાણીમાં ઉતરી જાય છે. ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન પોતે એડવેન્ચરના શોખીન છે. તેમના મિત્રને મુશ્કેલીમાં જોઈને શેખ હમદાન પોતે તેને બચાવવા માટે પાણીમાં ઉતરે છે અને નાસીર પાસે પહોંચી જાય છે. નાસીર પાણીની નીચેથી ઉપરના ભાગમાં આવી જવામાં સફળ થાય છે. ક્રાઉન પ્રિન્સ તેના મિત્રને ગળે લગાવે છે અને દરેકને કહે છે કે, તેમનો મિત્ર સંપૂર્ણપણે ઠીક છે. જે બાદ ત્યાં હાજર અન્ય લોકો તાળીઓથી ક્રાઉન પ્રિન્સને વધાવી લે છે.

The Crown Prince of Dubai

વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાનના આ વીડિયોને સોશિયલ મીડિયા નેટવર્ક્સ પર ખૂબ જ વખણાઇ રહ્યો છે અને માત્ર ત્રણ કલાકમાં 1.25 મિલિયનથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે. તેમજ 19 હજારથી વધુ લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે. ઘણા લોકોએ આ વીડિયો પર હસતા ઇમોજી પણ કોમેન્ટ કર્યા છે.

English summary
The only true friend who accompanies you in trouble. A similar video of the Crown Prince of Dubai is currently going viral on social media. The Crown Princepota of Dubai saw his friend in trouble and jumped into the water to rescue him, and assured his friend of safety.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X