ઉડતી કારનું સપનું થયું સાકાર, આ દેશે લોન્ચ કરી ફ્લાઇંગ ટેક્સી
દુનિયામાં ઘણા દિવસોથી ઉડતી કારની ચર્ચા ચાલી રહી છે. આ માટે ઘણી કંપની રિસર્ચ કરીને ઉડતી કાર બનાવવા માટે પરિક્ષણો કરી રહી છે. આ વચ્ચે ચીનની વાહન બનાવતી એક કંપની ઇલેક્ટ્રોનીક એક્સપેંગ ઇંન દ્વારા ઉડતી કાર બનાવવામાં આવી છે.
દુનિયામાં ઘણા દિવસોથી ઉડતી કારની ચર્ચા ચાલી રહી છે. આ માટે ઘણી કંપની રિસર્ચ કરીને ઉડતી કાર બનાવવા માટે પરિક્ષણો કરી રહી છે. આ વચ્ચે ચીનની વાહન બનાવતી એક કંપની ઇલેક્ટ્રોનીક એક્સપેંગ ઇંન દ્વારા ઉડતી કાર બનાવવામાં આવી છે. આ કાર લોકોને તેમના ગંતવ્ય સ્થાન પર હવાઇ માર્ગ દ્વારા લઇ જશે. આ કાર પહેલી ઉડાન દુબઇથી ભરશેય આ કાર દેખાવમાં શાનદાર લાગી રહી છે.

વૈશ્વિક મીડિયાના પ્રતિનિધિઓ સહિત 150 થી વધુ લોકો હાજર રહ્યા
ઇલેક્ટ્રોનીક એક્સપેંગ ઇંન કંપનીએ તેની સત્તાવાર વેબસાઇટ પર તેની વિશેષતા વિશે જણાવ્યું છે. એક વેબસાઈટ અનુસાર, X2 એક ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ અને બે સીટ સાથે લેન્ડિંગ કાર છે. આ કાર હવામાં આઠ પ્રોપેલર દ્વારા ઉભી કરવામાં આવે છે.
કંપનીને દુબઈ સિવિલ એવિએશન ઓથોરિટી (DCAA) દ્વારા વિશેષ ફ્લાઇટ પરમિટ આપવામાં આવી હતી. આ પછી XPENG X2 એ પહેલીવાર પબ્લિક ફ્લાઈટ કરી હતી. આ દરમિયાન વૈશ્વિક મીડિયાના પ્રતિનિધિઓ સહિત 150 થી વધુ લોકો હાજર રહ્યા હતા.

XPENG X2 સંપૂર્ણપણે કાર્બન ફાઈબરથી બનાવવામાં આવ્યું
ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન ખૂબ જ સુંદર ઉડતી X2 કાર લગભગ 90 મિનિટ સુધી આકાશમાં ઉડી હતી. ટિયરડ્રોપ-આકારની ડિઝાઇન અને ઇન-ફ્લાઇટ પર્ફોર્મન્સ જોઈને ઉપસ્થિત લોકો દંગ રહી ગયા હતા. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે કારનું વજન ઘટાડવા માટે XPENG X2 સંપૂર્ણપણે કાર્બન ફાઈબરથી બનાવવામાં આવ્યું છે.
XPENG X2 કારમાં બે સીટ હશે અને તે ફ્લાઇટ દરમિયાન શૂન્ય કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરશે. XPENG X2 માં બે ડ્રાઇવિંગ મોડ્સ મેન્યુઅલ અને ઓટોનોમસ છે. આ કારને માત્ર એક બટનથી સ્ટાર્ટ કરી શકાય છે. કંપનીએ દાવો કર્યો છે કે, ઓટોનોમસ ફ્લાઈટ દરમિયાન મુસાફરો કોઈપણ ચિંતા વગર ટેક ઓફ અને લેન્ડ કરી શકશે.
|
તેને ટેકઓફ અને લેન્ડ કરી શકાય છે
કંપની વતી એવું કહેવામાં આવ્યું છે કે, આ વર્ષના 1024 XPENG ટેક ડેમાં છઠ્ઠી પેઢીની ફ્લાઈંગ કાર એડવાન્સ વર્ઝન રિલીઝ થશે. આ કાર ટેક ઓફ થતાં જ રસ્તા પર દોડી શકશે, પરંતુ X2 કાર માત્ર ઉડી શકશે. કંપનીએ જણાવ્યું છે કે, નવા વર્ઝન સાથે લોકો જ્યારે ઇચ્છે ત્યારે ડાઇવ અને ઉડી શકે છે. ઈન્ટેલિજન્ટ ડ્રાઈવિંગ મોડની મદદથી તેને ટેકઓફ અને લેન્ડ કરી શકાય છે.
ફ્લાઈંગ કાર નિર્માતાએ અત્યાર સુધીમાં તેના એન્જિનિયરિંગ માટે ઈલેક્ટ્રોનિક એક્સપેંગ ઈંક રેડ ડોટ એવોર્ડ, આઈએફ એવોર્ડ અને આઈડીઈએ ડિઝાઇન એવોર્ડ સહિત અનેક એવોર્ડ જીત્યા છે.












Click it and Unblock the Notifications
