પૃથ્વી પાસે હવે માત્ર આટલો સમય, નાસાએ અંતની તારીખ જણાવી દીધી
તમે દુનિયાના અંતને લઈને ઘણી આગાહીઓ સાંભળી હશે. જો કે આગાહીઓ પાછળ કોઈ સાયન્ટિફિક કારણ નથી હોતા. હવે તમને જાણીને નવાઈ લાગશે કે નાસાએ સત્તાવાર રીતે પૃથ્વીના અંતની જાહેરાત કરી દીધી છે.
ઘણા પ્રાચીન કેલેન્ડર અને સંસ્કૃતિઓએ પૃથ્વીના અંત વિશે આગાહી કરી છે. આવી કોઈ આગાહી સાચી પડી નથી અને લોકોના મનમાં ડર પેદા કરે છે. પરંતુ હવે નાસાએ જે આગાહી કરી છે તે તમારા પગ નીચેથી જમીન સરકાવી દેશે.

નાસા ઘણા વર્ષોથી અવકાશ પર નજર રાખી રહી છે. તારા , ગ્રહો અને ઉલ્કાઓ પર નજીકથી નજર રાખ્યા પછી નાસાએ હવે તારીખ જાહેર કરી છે કે તે તારીખે પૃથ્વી સમાપ્ત થઈ શકે છે. એક વિશાળ લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાશે અને મહા વિનાસ આવશે.
નાસા અનુસાર, બેનુ નામનો લઘુગ્રહ પૃથ્વી સાથે ટકરાશે. આ લઘુગ્રહ દર 6 વર્ષે પૃથ્વીની નજીકથી પસાર થાય છે. તેનું કદ એ એસ્ટરોઇડ કરતા અડધું છે, જેણે પૃથ્વી પરથી ડાયનાસોરનો નાશ કર્યો હતો. દર 6 વર્ષે તેનું પૃથ્વીથી અંતર ઘટી રહ્યું છે.
નાસાનું કહેવું છે કે જ્યારે તે 24 સપ્ટેમ્બર 2182ના રોજ પૃથ્વીની નજીકથી પસાર થશે ત્યારે બંને વચ્ચે અથડામણની સંભાવના સૌથી વધુ હશે.
નાસા અનુસાર, આ અથડામણ આજથી 159 વર્ષ પછી થશે. આ અથડામણ 22 એટમ બોમ્બ જેટલી તાકાત હશે અને માણસજાતને મોટુ નુકસાન કરશે. શક્ય છે કે પૃથ્વી પરથી માનવ અસ્તિત્વ અદૃશ્ય થઈ જાય.
જો કે નાસાએ સ્પષ્ટતા કરી છે કે, આ અથડામણની સંભાવના ઘણી ઓછી છે. પરંતુ આ થઈ શકે છે. હાલ નાસા અથડામણને ટાળવા માટે કામ કરી રહ્યું છે. જો આને ટાળવામાં નહીં આવે તો વિશ્વના અંતની તારીખ 24 સપ્ટેમ્બર 2182 નક્કી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
