For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખૂબસુરત મહિલા સૈનિકોથી ભરેલી છે ઇઝરાયલી આર્મી, વિશ્વાસ ન હોય તો વાંચી લો અહેવાલ!

દુનિયામાં ઘણા બધા દેશો એવા છે જ્યાં સામાન્ય નાગરીકો માટે સૈન્ય ટ્રેનિંગ ફરજીયાત છે. ઇઝરાઇલ પણ આમાનો જ એક દેશ છે. ઇઝરાઇલ તો દેશની મહિલાઓને પણ હાર્ડ આર્મી ટ્રેનિંગ આપે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

દુનિયામાં ઘણા બધા દેશો એવા છે જ્યાં સામાન્ય નાગરીકો માટે સૈન્ય ટ્રેનિંગ ફરજીયાત છે. ઇઝરાઇલ પણ આમાનો જ એક દેશ છે. ઇઝરાઇલ તો દેશની મહિલાઓને પણ હાર્ડ આર્મી ટ્રેનિંગ આપે છે. આ જ કારણ છે કે ઇઝરાઇલી આર્મીમાં મોટી સંખ્યામાં ખૂબસુરત મહિલા ઓફિસર છે. એમ કહેવું પણ ખોટુ નહીં હોય કે ઇઝરાઇલની આર્મી ખૂબસુરત મહિલાઓથી ભરેલી છે.

ઇઝરાઇલમાં આર્મીમાં સેવા આપવી ફરજીયાત છે

ઇઝરાઇલમાં આર્મીમાં સેવા આપવી ફરજીયાત છે

ઇઝરાઇલ દુનિયાના એ 9 દેશોમાં આવે છે જ્યાં તમામ મહિલાઓને ફરજીયાત આર્મી ટ્રેનિંગ લેવી પડે છે. ઇઝરાઇલ મર્યાદીત વસ્તી ધરાવતો દેશ છે કેમ છત્તા પણ તેની આર્મીને દુનિયાની કેટલીક તાકાતવર આર્મીમાં ગણવામાં આવે છે. ઇઝરાઇલના તમામ નાગરીકોને ફરજીયાત આર્મીમાં સેવા આપવી પડે છે.

હાલમાં જ મહિલા ઓફિસરોને મંજુરી આપી છે

હાલમાં જ મહિલા ઓફિસરોને મંજુરી આપી છે

થોડા સમય પહેલા જ ઇઝરાઇલની સેનાએ મહિલા ઓફિસરને મંજૂરી આપી હતી. આ અંતર્ગત હવે ઇઝરાયલી સેનામાં હવે લડાયક ભૂમિકામાં મહિલાઓની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે અને હવે આર્ટિલરી, એર ડિફેન્સ, હોમ ફ્રન્ટ અને અન્ય કમાન્ડમાં મહિલા અધિકારીઓને લડાયક ભૂમિકામાં લાવવામાં આવી છે.

શરૂઆતથી મહિલાઓ આર્મીમાં સેવા આપી રહી છે

શરૂઆતથી મહિલાઓ આર્મીમાં સેવા આપી રહી છે

ઇઝરાઇલ આપણા પછી એટલે કે વર્ષ 1948માં આઝાદ થયુ છે. ઇઝરાયલનો સમાવેશ વિશ્વના એ 9 દેશોમાં થાય છે જ્યાં મહિલાઓ માટે લશ્કરી સેવા ફરજિયાત છે. અહીં મહિલાઓ 1948થી સેનામાં સેવા આપી રહી છે. ઇઝરાઇલી સેનાની મજબુતીનું એક કારણ આ પણ છે.

હવે મહિલાઓને મોટી જવાબદારી અપાઈ

હવે મહિલાઓને મોટી જવાબદારી અપાઈ

ઇઝરાયલની સેનામાં પહેલેથી જ મહિલાઓ છે પરંતું તેમને આ પહેલા મોટી જવાબદારી અપાઈ નહોતી. હવે ઇઝરાઇલ મહિલાઓને લડાયક ભૂમિકામાં લાવીને મોટું પગલું ભર્યું છે. અહીં એ વાત પણ નોંધપાત્ર છે કે ઇઝરાઇલમાં માત્ર યહુદી મહિલાઓ જ આર્મી જોઈન કરી શકે છે.

સેનામાં 40 ટકાથી વધુ મહિલાઓ છે

સેનામાં 40 ટકાથી વધુ મહિલાઓ છે

ઇઝરાઇલની સેનામાં 2021 સુધી 40 ટકાથી વધુ મહિલાઓ હતી. વર્ષ 2018માં લગભગ 10 હજાર મહિલાઓને કાયમી કમિશન મળ્યું. આંકડા અનુસાર 1962 થી 2016 સુધી દેશની સેવા કરતી વખતે 535 મહિલા સૈનિક શહીદ થઈ છે.

હવે મહિલાઓ સીધો મોરચો સંભાળશે

હવે મહિલાઓ સીધો મોરચો સંભાળશે

2014 માં, ઇઝરાઇલી સૈન્યએ જણાવ્યુ હતું કે, 4 ટકાથી ઓછી સ્ત્રીઓ લડાયક ભૂમિકાઓ જેવી કે લાઇટ ઇન્ફન્ટ્રી અને હેલિકોપ્ટર અથવા ફાઇટર પાઇલોટમાં હતી. 2020માં 55 ટકા મહિલાઓને IDFમાં જોડાવા માટે લાયક ગણવામાં આવી હતી. બિન લડાયક ભૂમિકા માટે 24 મહિનાની સેવા છે, જ્યારે લડાયક ભૂમિકા માટે 30 મહિનાની સેવા છે.

English summary
The Israeli army is full of beautiful female soldiers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X