For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

The Kashmir Files: એક ફિલ્મે કેવી રીતે ખોલી પાકિસ્તાનની લુચ્ચાઈ અને અમેરિકાની ડબલ ગેમની પોલ

કેવી રીતે કાશ્મીરમાં સતત થતી રહેલા હત્યાઓ પર પાકિસ્તાન લુચ્ચાઈ કરતુ રહ્યુ જ્યારે અમેરિકા દ્વિમુખી વલણ અપનાવતુ રહ્યુ. જાણો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પાકિસ્તાની પત્રકાર આરિફ જમાલે પોતાના પુસ્તક 'શેડો વૉરઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ જિહાદ ઈન કાશ્મીર'માં 14 જાન્યુઆરી, 1990ના રોજ કાઠમંડુમાં જમાત-એ-ઈસ્લામીના બધા જૂથોની એક ગુપ્ત બેઠક વિશે લખ્યુ છે જેમાં વધતી જેહાદીમાં આ સંગઠનોની ભૂમિકા પર ચર્ચા કરવામાં આવી છે. પરંતુ આ પુસ્તકમાં ઘણા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે કે કેવી રીતે કાશ્મીરમાં સતત થતી રહેલા હત્યાઓ પર પાકિસ્તાન લુચ્ચાઈ કરતુ રહ્યુ જ્યારે અમેરિકા દ્વિમુખી વલણ અપનાવતુ રહ્યુ.

કાશ્મીરમાં કેવી રીતે શરુ થયો વિવાદ?

કાશ્મીરમાં કેવી રીતે શરુ થયો વિવાદ?

નેપાળની રાજધાની કાઠમાંડુમાં જમાત-એ-ઈસ્લામીની બેઠકમાં કાશ્મીરમાં જેહાદી જંગ ચલાવી રહેલ જેહાદી સમર્થક તમામ સહભાગીઓની બેઠકમાં જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રંટ(જેકેએલએફ)ના વધતા પ્રભાવ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને જમાતના સંસ્થાપક નેતાએ કાશ્મીરમાં પ્રત્યક્ષ ભાગીદારીનો વિરોધ કર્યો હતો કારણકે તેમને એ વાતનો ડર હતો કે પ્રત્યક્ષ ભૂમિકા નિભાવવા પર તેમનુ સંગઠન સીધી રીતે ભારતીય સુરક્ષા બળોના નિશાના પર આવી જશે. પરંતુ આ બેઠકમાં પાકિસ્તાન સમર્થક અલગાવવાદી સૈયદ અલી શાહ ગિલાની અચાનક પ્રગટ થયા અને તેણે કાશ્મીરમાં ખુલ્લી રીતે જેહાદનુ સમર્થન કરવા માટે એક ભાવુક અપીલ કરી દીધી. જમાલ લખે છે કે આ નિર્ણાયક બેઠક બાદ બધા જૂથોએ કાશ્મીરમાં જેહાદનુ સમર્થન કરી દીધુ.

ધ કાશ્મીર ફાઈલ્સે ખોલી હકીકત

ધ કાશ્મીર ફાઈલ્સે ખોલી હકીકત

પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઈએસઆઈ સમર્થિત આતંકવાદી અને જેહાદી કાશ્મીર ઘાટીમાં પંડિતોનો સફાયો કરી રહ્યા હતા જેને હવે પીરિયડ ડૉક્યુમેન્ટરી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' દ્વારા સામે લાવવામાં આવ્યુ છે. જમાલના પુસ્તકથી એ એકદમ સ્પષ્ટ છે કે અમેરિકાથી મળેલા અખૂટ પૈસા, હથિયારોનો જથ્થો અને અફઘાનિસ્તારમાં પાકિસ્તાન આધારિત અફઘાન મુજાહિદ્દીની જીત, જેના કારણે 1989માં અફઘાનિસ્તાનથી તત્કાલીન સોવિયેત સેનાની અપમાનજનક વાપસી થઈ હતી, જેના કારણે આઈએસઆઈએ કાશ્મીરમાં જેહાદીઓના માધ્યમથી પોતાના કાશ્મીર એજન્ડાને આગળ વધાર્યો. આઈએસઆઈએ કાશ્મીરમાં જેહાદીઓના માધ્યથી પોતાના કાશ્મીર એજન્ડાને આગળ વધાર્યો. આઈએસઆઈ પાસે પૈસાની કોઈ કમી નહોતી કારણકે અમેરિકાએ પોતાનો ખજાનો પાકિસ્તાન માટે ખોલી રાખ્યો હતો અને ભારતની લાખ અપીલ બાદ પણ અમેરિકા ચૂપ રહ્યુ. આ અમેરિકાની ભારત માટેની 'ડબલ ગેમ' હતી.

અમેરિકાની ભારત સામે 'ડબલ ગેમ'

અમેરિકાની ભારત સામે 'ડબલ ગેમ'

અફઘાનિસ્તાન યુદ્ધમાં સોવિયેત સંઘને હરાવવા માટે અમેરિકા દરેક હદ પાર કરી રહ્યુ હતુ અને અમેરિકી ખજાનામાંથી પાકિસ્તાન ઉપર રૂપિયાનો વરસાદ થઈ રહ્યો હતો. જેનો ખુલાસો વર્ષ 2022માં એ વખતે થયો છે જ્યારે પાકિસ્તાનના તાનાશાહ રહેલ જિયા ઉલ હકના માનીતા અને તત્કાલીન આઈએસઆઈ ચીફ અખ્તર અબ્દુર રહેમાન ખાનને અમેરિકા તરફથી ગેરકાયદે રીતે 30 લાખ અમેરિકી ડૉલર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાન યુદ્ધમાં અમેરિકાની હાર બાદ હવે ખુલાસો થયો છે કે તત્કાલીન આઈએસઆઈ ચીફ અખ્તર અબ્દુર રહેમાન ખાનના ત્રણ દીકરાના નામ સ્વિસ બેંકમાં અકાઉન્ટમાં પૈસા જમા હતા. જો કે, વર્ષ 1988માં એક વિમાન દૂર્ઘટનામાં જનરલ ખાન અને જેહાદી તાનાશાહ જનરલ જિયા ઉલ હકનુ મોત થઈ ગયુ હતુ. તત્કાલીન આઈએસઆઈ ચીફ અખ્તર અબ્દુર રહેમાન ખાન જ એ વ્યક્તિ હતો જેણે કાશ્મીર ઘાટીમાં જેહાદ શરુ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી જે બાદમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ભૂટ્ટોના શાસનકાળમાં પણ આગળ વધારવામાં આવી.

કાશ્મીરી પંડિતોની હત્યાની પેટર્ન

કાશ્મીરી પંડિતોની હત્યાની પેટર્ન

આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતોની હત્યાઓની પેટર્નના એક અધ્યયનથી જાણવા મળે છે કે 1990માં ઘાટીમાં જેહાદી આતંકવાદની શરૂઆત સાથે નિશાના બનાવીને પણ હુમલા કરવામાં આવ્યા. જો કે, આના પછી કાશ્મીરમાં થતી હત્યાઓમાં અચાનક ઘટાડો થવા લાગ્યો પરંતુ આની પાછળ એવુ નહોતુ કે તેમની આત્મામાં પરિવર્તન આવી ગયુ હતુ પરંતુ એટલા માટે કારણકે જેહાદીઓએ પોતાના રણનીતિક લક્ષ્યને મેળવી લીધુ હતુ અને ઘાટીમાં ભીષણ નરસંહારને સફળ બનાવી દીધુ હતુ. હજારો કાશ્મીરી પંડીતોને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને આખી દુનિયા મૌન રહીને તમાશો જોતી રહી.

ભાજપ નેતાની હત્યા સાથે શરુઆત

ભાજપ નેતાની હત્યા સાથે શરુઆત

14 સપ્ટેમ્બર 1989ના રોજ ભાજપ નેતા ટીકા લાલ ટપલૂની હત્યા સાથે કાશ્મીર ઘાટીમાં હત્યાઓનો સિલસિલો શરૂ થયો હતો અને પછી 2 મહિનામાં ઓછામાં ઓછી 254 કાશ્મીરી પંડિતોની હત્યાઓ કરી દેવામાં આવી. વર્ષ 1990માં 136 કાશ્મીરી પંડિત, વર્ષ 1991માં 18 કાશ્મીરી પંડિત, 1992માં 6 કાશ્મીરી પંડિત, 1993માં 10 કાશ્મીરી પંડિત, 1994માં 4 કાશ્મીરી પંડિત, 1995માં 2 કાશ્મીરી પંડિત, 1997માં 7 લોકો, 1998માં 26 હિંદુ, 2000માં 6 હિંદુ, 2001માં 2 હિંદુ, 2001માં 1 હત્યા, 2003માં 25 હત્યાઓ, 2004માં એક હત્યા, 2020માં એક હત્યા અને 2021માં ત્રણ ભાજપ નેતાઓની હત્યા કરવામાં આવી. 1989થી 2021 સુધી કુલ 254 નાના કાશ્મીરી પંડિત સમુદાયને ગોળીઓથી ઉડાવી દેવામાં આવ્યા અને માર્યા ગયેલા આ લોકો સામાન્ય કાશ્મીરી પંડિત નહોતા પરંતુ સરપંચથી લઈને અલગ-અલગ પદો પર હતા.

ડર ફેલાવવા માટે હત્યાઓ

ડર ફેલાવવા માટે હત્યાઓ

1990માં મોટી સંખ્યામાં હત્યાઓ મુખ્ય રીતે બધા કાશ્મીરી પંડિતોના દિલમાં ડર ફેલાવવા માટે કરવામાં આવી હતી કે ઘાટીમાં રહેવુ કે વાપસી કરવી, તેમના માટે કોઈ વિકલ્પ નહોતો. આ 1998માં વંધમાં ગામ હત્યાકાંડ અને 2003માં નદીમર્ગ નરસંહાર સાથે વધુ વધુ સ્પષ્ટ થઈ ગયુ, જ્યાં પાકિસ્તાનથી પ્રશિક્ષિત જેહાદીઓએ કાશ્મીરી હિંદુઓને લાઈનમાં ઉભા રાખ્યા અને પછી એક-એક કરીને બધાને ગોળી મારીને હત્યા કરી દીધી. જેહાદીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો...ઘાટીમાં પાછા ના આવતા. આરટીઆઈ જવાબમાં શ્રીનગર જિલ્લા પોલિસે કહ્યુ છે કે છેલ્લા ત્રણ દશકોમાં 89 કાશ્મીર પંડિતો માર્યા ગયા અને 1635 બિન કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી. આ આંકડો માત્ર શ્રીનગર જિલ્લા સાથે સંબંધિત છે, માત્ર એક જિલ્લાથી, આખા કાશ્મીરનો નહિ. કાશ્મીર પોલિસના એક મોટા અધિકારીના જણાવ્યા અનુસાર જે રીતે અને જે ઈચ્છાથી ઘાટીમાં પંડિતો અને મુસલમાનોને મારવામાં આવ્યા તેમાં ઘણો તફાવત છે.

જેહાદી એજન્ડાને સ્થાપિત કરવા માટે નરસંહાર

જેહાદી એજન્ડાને સ્થાપિત કરવા માટે નરસંહાર

કાશ્મીરના એક વરિષ્ઠ પોલિસ અધિકારીએ કહ્યુ કે 'કાશ્મીર ઘાટીમાં કરવામાં આવેલ નરસંહાર મુખ્ય રીતે નિઝામ-એ-મુસ્તફાને સ્થાપિત કરવા માટે ભયાનક જેહાદી એજન્ડા સાથે કરવામાં આવ્યો હતો. જ્યારે ઘાટીમાં જે બહુસંખ્યક સમુદાય(મુસ્લિમ)ના લોકો માર્યા ગયા હતા, તેમાંથી મોટાભાગના કાયદો અને વ્યવસ્થા સાથે-સાથે સંપત્તિના વિવાદના કારણે માર્યા ગયા હતા. વરિષ્ઠ પોલિસ અધિકારીએ કહ્યુ કે આ ઉપરાંત મોટી સંખ્યામાં કાશ્મીરના લોકો, શંકાસ્પદ આતંકીઓને જણાવવુ, મહિલાઓ, આતંકી કમાંડરોના ફરમાનોને માનવાનો ઈનકાર કરવા અને વ્યક્તિગત દુશ્મનીના કારણે પણ ઘણી સંખ્યામાં લોકોને નિશાન બનાવવામાં આવ્યા. પરંતુ ઘાટીના કાશ્મીરી પંડિતોનુ સૌથી મોટુ દર્દ એ રહ્યુ કે કાશ્મીરી પંડિતોએ પોતાના જીવ ગુમાવ્યા અને ઘર, ચૂલા અને સંપત્તિ પણ ગુમાવી. પરંતુ બહુસંખ્યક વસ્તીના જે માર્યા ગયા હતા તેમના પરિવાર હજુ પણ કાશ્મીરમાં છે. જમાલના પુસ્તકમાં સૈયદ અલી શાહ ગિલાનીની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જેમાં ઘાટીમાં બધા બહુમતવાળા નેતાઓને જેહાદીઓ દ્વારા નિશાન બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં પાકિસ્તાનની મોટી ભૂમિકા રહી છે.'

અમેરિકાની ડબલ ગેમ

અમેરિકાની ડબલ ગેમ

જો કે, 1990ના દશકમાં કાશ્મીરમાં સાંપ્રદાયિક એકતાને નષ્ટ કરવા માટે પાકિસ્તાની સૌથી વધુ જવાબદાર છે પરંતુ એ વખતે વૉશિંગ્ટન અને ઈસ્લામાબાદમાં ગાઢ દોસ્તી હતી. અમેરિકા 1 ઓક્ટોબર, 2001ના રોજ જમ્મુ કાશ્મીર વિધાનસભા પર કરવામાં આવેલા હુમલા સુધી કાશ્મીરમાં આતંકવાદને ઓળખવામાં નિષ્ફળ રહ્યુ. આખા 1990ના દશકમાં જ્યારે મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતોને મારવામાં આવી રહ્યા હતા, તેમનો નરસંહાર કરવામાં આવી રહ્યો હતો, એ વખતે અમેરિકાની સરકાર, અમેરિકાનુ મીડિયા, પશ્ચિમી દેશોનુ મીડિયા, દુનિયાના તમામ માનવાધિકાર સંગઠન.. બધા મૌન હતા. પરંતુ જ્યારે પહેલી વાર 13 સપ્ટેમ્બર, 2001ના રોજ પહેલી વાર અમેરિકા પર હુમલો થયો, તો અમેરિકાને આતંકવાદ વિશે ખબર પડી અને પછી અમેરિકા માટે આતંકવાદની પરિભાષા બદલાઈ ગઈ.

English summary
The Kashmir Files: How a film exposed Pakistan's cunning and America's two-sided approach to atrocities on Kashmiri Pandits?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X