દુનિયા પર વધી રહ્યું છે ગરીબી અને ભૂખમરાનું જોખમ, IMF ચીફે કહી આ વાત

IMFના પ્રમુખે જણાવ્યું હતું કે, 202માં વિશ્વ આર્થિક વિકાસ ધીમો થવાની સંભાવના છે, જેના કારણે વૈશ્વિક સ્તર પર ગરીબી અને ભૂખમરાનો દર વધવાનું જોખમ છે.

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના પ્રમુખે ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, વિશ્વ અર્થવ્યવસ્થામાં વર્ષ 2023 માં 3 ટકા થી ઓછો વધારો થવાની આશા રાખવામાં આવી રહી છે. આ આંકડા ગત વર્ષ 3.4 ટકા થી ઓછો છે.

Kristalina georgieva

1990 પછી સૌથી નીચો વૈશ્વિક વિકાસ દર

ક્રિસ્ટાલિના જ્યોર્જીએવાએ જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષ સુધી વિકાસ દર 3 ટકાની આસપાસ રહેવાની ધારણા છે. આ આંકડો 1990 પછી વૃદ્ધિ માટે સૌથી નીચો મધ્યમ ગાળાની વૃદ્ધિની આગાહી છે અને છેલ્લા બે દાયકાની સરેરાશ 3.8 ટકા થી ઘણી નીચે છે.

વૈશ્વિક અર્થતંત્રનો ધીમો વિકાસ ગંભીર ફટકો સાબિત થશે - IMF ચીફ

ક્રિસ્ટાલિના જ્યોર્જીએવાએ જણાવ્યું હતું કે, ધીમો વિકાસ દર વૈશ્વિક અર્થતંત્ર માટે ગંભીર ફટકો સાબિત થશે. ઓછી આવક ધરાવતા દેશો માટે તેનો સામનો કરવો વધુ મુશ્કેલ બનશે. જ્યોર્જિવાએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં ગરીબી અને ભૂખમરો વધુ વધી શકે છે. આ એક ચિંતાજનક વલણ છે, જે કોવિડ કટોકટી દરમિયાન શરૂ થયું હતું.

આગામી સપ્તાહે IMF અને વિશ્વ બેંકની બેઠક યોજાશે

જ્યોર્જીએવાની ટિપ્પણીઓ આવતા અઠવાડિયે વોશિંગ્ટનમાં IMF અને તેની ભાગીદાર ધિરાણ એજન્સી વિશ્વ બેંકની બેઠકો પહેલા આવે છે, જ્યાં નીતિ નિર્માતાઓ વૈશ્વિક અર્થતંત્રનો સામનો કરી રહેલા સૌથી વધુ દબાણયુક્ત મુદ્દાઓની ચર્ચા કરવા માટે બેઠક કરશે.

IMFના પ્રમુખે એમ પણ જણાવ્યું હતું કે, અમેરિકા અને યુરોપમાં સતત ઊંચા વ્યાજ દરો અને બેન્કિંગ ક્ષેત્રની નિષ્ફળતાઓ વૈશ્વિક નાણાકીય સ્થિરતાને જોખમમાં મૂકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X