મોલમાં થયો ગોળીબાર, 10 લોકો ઘાયલ, બે ગંભીર
વોશિંગ્ટન, 17 એપ્રીલ : અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવ્યો છે, સાઉથ કેરોલિનામાં ગોળીબારમાં 10 લોકોને ગોળી વાગી હતી. એક રિપોર્ટ અનુસાર, દક્ષિણ કેરોલિનામાં સ્થિત એક શોપિંગ મોલમાં શૂટિંગ દરમિયાન 10 લોકોને ગોળી વાગી છે, જ્યારે બે લોકો આમાં ઘાયલ થયા છે. વહીવટી તંત્રનું કહેવું છે કે, હુમલાના શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. જોકે ફાયરિંગ કયા કારણોસર થયું તે હજૂ સ્પષ્ટ થયું નથી.
પોલીસે જણાવ્યું કે, જ્યાં ગોળીબાર થયો તે સાઉથ કેરોલિનામાં એક શોપિંગ મોલ છે, જ્યાં ઘણી વાર ભીડ રહે છે. હથિયારો ધરાવતા ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે, ત્રણમાંથી એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. અમને નથી લાગતું કે, આ રીતે કોઈએ એમજ ફાયરિંગ કર્યું હોય, અમને લાગે છે કે આ ત્રણેય એકબીજાને ઓળખતા હતા, જેના બાદ આ લોકોએ ફાયરિંગ કર્યું હતું.
વહીવટીતંત્રનું કહેવું છે કે, આ ગોળીબારમાં કોઈનું મોત થયું નથી, પરંતુ 8 લોકો ઘાયલો થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. 8 માંથી 2 ની હાલત ગંભીર છે, જ્યારે 6ની હાલત સ્થિર હાલતમાં છે. ગોળી મારનારાઓની ઉંમર 15-73 વર્ષની વચ્ચે છે.
મોલમાં થયેલા ગોળીબારના પ્રત્યક્ષદર્શી ડેનિયલ જ્હોન્સને જણાવ્યું હતું કે, તે તેના પરિવાર સાથે અલાબામા ફૂડ કોર્ટમાં જમવા ગયો હતો, અમે પહેલીવાર ગોળીબાર સાંભળ્યો અને આસપાસના લોકોને દોડતા જોયા. લોકો તેમના બાળકો અને સંબંધીઓ માટે ટેબલ નીચે સંતાઈને ચીસો પાડી રહ્યા હતા. બધા બહાર ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જ્યારે હું બહાર આવ્યો, ત્યારે મેં જોયું કે આસપાસ લોકોની બાઈક ટ્રોલીઓ પડી હતી, ફોન અને ચાવીઓ જમીન પર પડી હતી, અરાજકતાનો માહોલ હતો.
ન્યૂયોર્કના બ્રુકલિન મેટ્રો સ્ટેશનમાં પણ થયું હતું ફાયરિંગ
ન્યુયોર્ક, 12 એપ્રિલ : અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં બ્રુકલિન મેટ્રો સ્ટેશન પર અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. આ હુમલામાં 13 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ મેટ્રો સ્ટેશન પર ફાયરિંગ બાદ ગભરાટનું વાતાવરણ છે. સોશિયલ મીડિયા પર હુમલાના ઘણા વીડિયો અને ફોટા સતત સામે આવી રહ્યા છે.