• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તાલિબાન આજે સરકાર બનાવશે, જાણો અફઘાનિસ્તાનમાં સરકારનું મોડેલ કેવું રહેશે, સર્વોચ્ચ નેતા કોણ હશે?

|
Google Oneindia Gujarati News

કાબુલ : અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળ્યાના બે સપ્તાહ બાદ તાલિબાન શુક્રવારના રોજ દેશમાં સરકાર બનાવવાની તૈયારીમાં છે. સૂત્રોએ જણાવ્યું કે, શુક્રવારની નમાઝ બાદ તાલિબાન સરકાર બનાવશે.

ઉલ્લેખનીય છે કે, 15 ઓગસ્ટના રોજ તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબ્જો કર્યો હતો અને અહેવાલ છે કે નવી તાલિબાન સરકારની જાહેરાત આજે કરવામાં આવશે, પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે, તાલિબાન આજે સરકાર બનાવશે, પણ તે સરકાર કેવી રીતે ચલાવશે? એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે, જો તાલિબાન સરકાર ચલાવવામાં અસમર્થ સાબિત થશે તો શું તાલિબાન માત્ર બંદૂક બતાવીને લોકોને ચૂપ કરશે?

તાલિબાન આજે સરકાર બનાવશે

તાલિબાન આજે સરકાર બનાવશે

તાલિબાને 15 ઓગસ્ટના રોજ કાબુલ કબ્જે કર્યા બાદ અફઘાનિસ્તાન પર કબ્જો જમાવ્યો હતો અને 31 ઓગસ્ટના રોજ ઇસ્લામિક આતંકવાદી જૂથે અફઘાનિસ્તાનમાંથીઅમેરિકાની વિદાય બાદ પોતાની જીતની ઉજવણી કરી હતી. આ સાથે તાલિબાનોએ દાયકાઓના યુદ્ધ બાદ અફઘાનિસ્તાનમાં શાંતિ અને સલામતી લાવવાના તેમનાસંકલ્પનો પુનરોચ્ચાર કર્યો છે.

તાલિબાન જેણે 15 ઓગસ્ટના રોજ અમેરિકી દળોને પાછો ખેંચતા પહેલા દેશનો કબ્જો મેળવ્યો હતો, તે હવે એવા રાષ્ટ્ર પર શાસનકરવાની આશા રાખે છે કે, જે આંતરરાષ્ટ્રીય સહાય પર નિર્ભર છે અને આર્થિક કટોકટી વચ્ચે વધુ ફસાયેલો છે. આંતરરાષ્ટ્રીય દાતાઓ અને રોકાણકારોની નજરમાંઅર્થતંત્ર માટે નવી સરકારની માન્યતા નિર્ણાયક રહેશે. કારણ કે, દેશ દુષ્કાળ અને સંઘર્ષના વિનાશ સામે ઝઝૂમી રહ્યો છે. જેમાં અંદાજીત 2 લાખ 40 હજાર અફઘાનોમાર્યા ગયા હતા.

શું તાલિબાન વચનો પૂરા કરશે?

શું તાલિબાન વચનો પૂરા કરશે?

તાલિબાને વચન આપ્યું છે કે, કોઈપણ વિદેશીઓ અથવા અફઘાન લોકો માટે દેશમાંથી સલામત રીતે પસાર થવાની મંજૂરી આપવામાં આવશે, જેઓ વિશાળ એરલિફ્ટદ્વારા પાછળ રહી ગયા છે, પરંતુ કાબુલ એરપોર્ટ હજૂ પણ બંધ હોવાથી ઘણા લોકો જમીન માર્ગે પડોશી દેશોમાં ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પાકિસ્તાને અફઘાનશરણાર્થીને તેની તરફ આવતા જોઈને યમન સરહદ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. કતારના વિદેશ મંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાનીએ કહ્યું કે,અખાતી રાજ્ય તાલિબાન સાથે વાત કરી રહ્યું છે અને કાબુલ એરપોર્ટ પર કામગીરી ફરી શરૂ કરવા માટે તકનીકી સહાય અંગે તુર્કી સાથે કામ કરી રહ્યું છે, જેનાથીમાનવીય સહાય મદદ મળશે.

બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબે દોહામાં કતારના મંત્રી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં બોલતા કહ્યું હતું કે, તેઓ અફઘાનિસ્તાનછોડવા ઈચ્છતા લોકો માટે ત્રીજા દેશોમાંથી પસાર થવાનું કેવી રીતે સુરક્ષિત કરવું, તે અંગે પ્રાદેશિક દેશો સાથે વાત કરશે.

તાલિબાન સરકારનું મોડેલ

તાલિબાન સરકારનું મોડેલ

રિપોર્ટ અનુસાર તાલિબાનના સુપ્રીમ લીડર હૈબતુલ્લા અખુંદઝાદાને હવે નવી ગવર્નિંગ કાઉન્સિલ પર અંતિમ નિર્ણય લેવાની સત્તા સાથે અફઘાનિસ્તાનના સર્વોચ્ચ નેતાબનાવવામાં આવશે. તેની નીચે એક પ્રમુખ હશે. એવું માનવામાં આવે છે કે, તાલિબાન ઈરાનમાં જે રીતે સરકાર ચાલે છે, તેવી જ રીતે અફઘાનિસ્તાનમાં સરકારબનાવવા માંગે છે.

મુલ્લા બરાદારને તાલિબાનના આગામી પ્રમુખ બનાવવામાં આવશે, જે દેશનું શાસન ચલાવશે, પરંતુ અખુંદઝાદાને અંતિમ નિર્ણય લેવાનો અધિકારહશે. ઈરાનમાં સરકારનું મોડેલ એ છે કે, નિયામક મંડળ નક્કી કરે છે કે, ચૂંટણીમાં કોણ ઉભું રહેશે. જો કે, અફઘાનિસ્તાનમાં હજૂ સુધી એ જાણી શકાયું નથી કે, સરકારનુંમોડેલ ચૂંટણી આધારિત હશે કે, પછી બધું તાલિબાન દ્વારા નક્કી કરવામાં આવશે.

કોણ છે હૈબતુલ્લા અખુંદઝાદા?

કોણ છે હૈબતુલ્લા અખુંદઝાદા?

હૈબતુલ્લા અખુનઝાદા હાલમાં તાલિબાનના સૌથી ઉંચા નેતાઓમાં ગણાય છે. તેમને તાલિબાન દ્વારા "વફાદારોના નેતા" તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં,હૈબતુલ્લા અખુનઝાદા તાલિબાનનો સૌથી મોટો નેતા છે અને તેને ઇસ્લામના કાયદાના જાણકાર માનવામાં આવે છે, જેની પાસે તાલિબાનના દરેક નિર્ણય પર અંતિમઅધિકાર છે.

અલ જઝીરાના અહેવાલ અનુસાર હૈબતુલ્લા અખુનઝાદા પાસે તાલિબાનની રાજકીય, ધાર્મિક અને અન્ય બાબતો પર અંતિમ નિર્ણય લેવાની સત્તા છે. અખુનઝાદાએ વર્ષ2016માં અફઘાન-પાકિસ્તાન સરહદ નજીક અમેરિકા દ્વારા ડ્રોનમાં તેમના પૂર્વગામી અખ્તર મન્સૂરને ઠાર માર્યા બાદ તાલિબાનના સર્વોચ્ચ નેતા તરીકેની જવાબદારીસંભાળી હતી.

સમાચાર એજન્સી રોઇટર્સના સમાચાર અનુસાર, હૈબતુલ્લા અખુનઝાદાની ઉંમર આશરે 60 વર્ષ છે. હૈબતુલ્લાહ અખુનઝાદાના કેટલાક નજીકના લોકોએ રોયટર્સનેજણાવ્યું હતું કે, મે, 2016 સુધી હૈબતુલ્લા અખુનઝાદા દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનના કુચલકની એક મસ્જિદમાં ભણાવતા અને ઉપદેશ આપતા હતા. જો કે, અખુંદઝાદાનુંઠેકાણું ક્યાં છે, તે ટોચના તાલિબાન નેતાઓ સિવાય કોઈ જાણતું નથી.

આર્થિક સંકટમાં અફઘાનિસ્તાન

આર્થિક સંકટમાં અફઘાનિસ્તાન

સરકાર બનાવતાની સાથે જ તાલિબાન સામે સૌથી મોટું સંકટ દેશને ગંભીર દુષ્કાળ અને યુદ્ધની અશાંતિ વચ્ચે ભૂખમરાથી બચાવવાનું રહેશે. યુનિસેફે તેના રિપોર્ટમાંકહ્યું છે કે, અફઘાનિસ્તાનમાં આશરે 1 કરોડ બાળકોને તાત્કાલિક માનવતાવાદી મદદની જરૂર છે. અફઘાનિસ્તાનને નાણાંની સખત જરૂર છે, અને તાલિબાનોએ અમેરિકાદ્વારા જપ્ત કરવામાં આવેલી લગભગ 10 અબજ ડોલરની સંપત્તિનો ઉપયોગ કરી શકે તે પહેલા લાંબી મજલ કાપવી પડશે.

તાલિબાન દ્વારા નિયુક્ત નવા કેન્દ્રીય બેંકના વડાએ બેંકોને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો છે કે, તાલિબાન નાણાકીય વ્યવસ્થામાં સુધારો લાવવાનો પ્રયાસ કરી રહ્યાછે, પરંતુ તાલિબાન નાણાકીય વ્યવસ્થાને કેવી રીતે ઠીક કરશે તે અંગે કોઇ માહિતી આપી નથી! આ બધા પછી પ્રશ્ન ઉભો થાય છે કે, તાલિબાન આજે સરકાર બનાવશે,પણ તે સરકાર કેવી રીતે ચલાવશે?

English summary
The Taliban are set to form a government in Afghanistan on Friday, two weeks after taking power. The Taliban will form the government after Friday prayers, sources said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X