ચીનનો અમેરિકાને સવાલ, અફઘાનિસ્તાનને બરબાદ કરીને કેમ ભાગ્યુ અમેરિકા?
અફઘાનિસ્તાન સંકટને લઈને હવે અમેરિકા અને ચીન સામ સામે આવી ગયા છે. ચીને અમેરિકાને જવાબદાર ગણાવી કહ્યુ છે કે અફઘાનિસ્તાનની સ્થિતિ માટે અમેરિકા જવાબદાર છે. અફઘાનિસ્તાનને યુદ્ધમાં ધકેલીને પોતાના સૈનિકો પાછા બોલાવી લીધા છે.
અફઘાનિસ્તાન સંકટને લઈને હવે અમેરિકા અને ચીન સામ સામે આવી ગયા છે. ચીને અમેરિકાને જવાબદાર ગણાવી કહ્યુ છે કે અફઘાનિસ્તાનની સ્થિતિ માટે અમેરિકા જવાબદાર છે. અફઘાનિસ્તાનને યુદ્ધમાં ધકેલીને પોતાના સૈનિકો પાછા બોલાવી લીધા છે.

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે એક આર્ટિકિલમાં અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ માટે અમેરિકા પર સવાલ ઉઠાવ્યા છે. આ આર્ટિકલમાં કહેવાયુ છે કે અફઘાન લોકોને યુદ્ધમાં ધકેલીને અમેરિકા ભાગી ગયુ છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને શનિવારે આરોપ લગાવ્યો હતો કે અમેરિકા તેની ફરજ અને જવાબદારીઓથી પીછો છોડાવી અફઘાનિસ્તાનથી ભાગુ રહ્યું છે. અફઘાનિસ્તાનમાંથી ઉતાવળે સૈન્ય પાછુ બોલાવીને અફઘાન લોકો પર યુદ્ધ થોપી રહ્યુ છે. અફઘાનિસ્તાનની આ સ્થિતિ માટે અમેરિકા સંપૂર્ણ રીતે જવાબદાર છે.
ધ ન્યૂઝ ઈન્ટરનેશનલની રિપોર્ટ અનુસાર, ચીનના વિદેશ પ્રધાન વાંગ યી આગામી સપ્તાહે શંઘાઇ સહકાર સંગઠનની બેઠકમાં રશિયા, ભારત, પાકિસ્તાન અને મધ્ય એશિયાના ઘણા દેશોના વિદેશ પ્રધાનો સાથે અફઘાનિસ્તાનની સુરક્ષા પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે. આ અગાઉ ચીન નાગરિકોને અફઘાનિસ્તાનથી બહાર મોકલી ચુક્યુ છે. તમને જણાવી દઇએ કે તાલિબાન ઝડપથી અફઘાનિસ્તાનના જિલ્લાઓ અને પ્રદેશો પર કબજો કરી રહ્યું છે અને અફઘાન સેના પીછેહટ કરી રહી છે. અફઘાનિસ્તાનના સરકારી અધિકારીઓએ તાલિબાન અધિકારીઓના એ દાવાને ફગાવી દીધા છે કે જેમાં અમેરિકાના સૈનિકો ખસી જતા બળવાખોરો જૂથે અફઘાનિસ્તાનમાં 85 ટકા વિસ્તાર કબજો કર્યો છે.
એક તરફ ચીન અમેરિકાને સવાલો પૂછે છે અને બીજી તરફ તાલિબાન ચીનને મિત્ર કહ્યુ છે. તાલિબાનનું કહેવું છે કે તાલિબાન ચીનને અફઘાનિસ્તાનના મિત્ર તરીકે જુએ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તાલિબને કહ્યું છે કે તેને અફઘાનિસ્તાનના પુનર્નિર્માણના કામ માટે ચીની રોકાણની અપેક્ષા છે. તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહિને સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટને જણાવ્યું હતું કે તાલિબાન લગભગ 85 ટકા અફઘાનિસ્તાનનું નિયંત્રણ કરે છે અને અફઘાનિસ્તાનમાં ચીની રોકાણકારો અને કામદારોની સલામતીની બાંયધરી આપે છે. આપને જણાવી દઇએ કે ચીને અફઘાનિસ્તાનમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે અને અમેરિકન સૈનિકોના ગયા બાદ ચીન માટે મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થઈ છે. ચીને પણ પોતાના સેંકડો કર્મચારીઓને અફઘાનિસ્તાનથી પાછા બોલાવી લીધા છે.












Click it and Unblock the Notifications
