કાશ્મીર મુદ્દે અમેરિકાના મતમાં કોઇ ફેરફાર નહીં: અમેરિકા
વોશિંગ્ટન, 20 જૂન : અમેરિકાએ કહ્યું કે કાશ્મીર મામલાના પ્રત્યે તેના નજરીયામાં કોઇ ફેરફાર કે બદલાવ આવ્યો નથી તથા ભારત અને પાકિસ્તાનને દ્વિપક્ષીય સ્તર પર બંને દેશો વચ્ચેના મતભેદ મટાડવા માટે પ્રોત્સાહિત કરશે.
વિદેશ વિભાગની પ્રવક્તા જેન પ્સાકીએ પોતાના નિયમિત પત્રકાર સમ્મેલનમાં જણાવ્યું કે 'અમે હંમેશની જેમ ભારત અને પાકિસ્તાનની વચ્ચે સહયોગ, વિચાર વિમર્શ અને ચર્ચાને પ્રોત્સાહિત કરે છે.'

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની આરમી દ્વારા અવાર નવાર યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવતો રહ્યો છે અને ભારતીય સેના પર હુમલો કરાતો રહ્યો છે. હમણા જ પાકિસ્તાનના બે સૈનિકો ભારતના બે સૈનિકોનું શિરચ્છેદ કરીને લઇ ગયા હતા.












Click it and Unblock the Notifications
