For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે દુનિયાની 5 સૌથી શક્તિશાળી ટેંક, એક તો ભારતના કટ્ટર દુશ્મન પાસે પણ છે

યુદ્ધમાં મેદાનમાં ટેંક સૌથી ખતરનાક હથિયાર છે. કોઈપણ સ્થિતીમાં લડવા સક્ષમ દુનિયાની સૌથી ખતરનાક ટેંક વિશે અહીં તમને જણાવવા જઈ રહ્યા છીએ.

By Desk
|
Google Oneindia Gujarati News

આ યુગ હથિયારોનો યુગ છે. હથિયારોના દમ પર શક્તિશાળી દેશ પોતાને મજબુત બનાવી રાખવામાં સક્ષમ રહે છે. હાલમાં જ આપણે હથિયારો કેટલા મહત્વના છે તે રશિયા-યુક્રેન યુદ્ધમાં સારી રીતે જાણ્યુ છે. યુદ્ધ હથિયારોમાં ટેંક મહત્વનું હથિયાર છે. ટેંક કોઈપણ સ્થિતીમાં દુશ્મનને હફાંવવામાં મોટી ભુમિકા ભજવે છે. આજે અમે તમને દુનિયાની 5 સૌથી ખતરનાક હથિયારોની વાત કરવાના છીએ.

Leclerc Tank

Leclerc Tank

GIAT ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ડિઝાઇન કરાયેલી લેક્લેર્ક ટેંક થર્ડ જનરેશનની ટેંક છે. આ ટેંકનો ઉપયોગ ફ્રેન્ચ સેના સિવાય UAE આર્મી પણ કરે છે. આ ટેંક 120 mm દારૂગોળાના 40 રાઉન્ડ અને 12.7 mm દારૂગોળાના લગભગ 950 રાઉન્ડનું વહન કરવા સક્ષમ છે. NATO-સ્ટાન્ડર્ડ CN120-26 120 mm સ્મૂથબોર ગન, 12.7 mm મશીનગન અને રૂફ-માઉન્ટેડ 7.62 mm મશીનગનથી આ ટેંક સજ્જ છે.

VT4 Tank

VT4 Tank

VT4 ટેન્કને ચાઈનાની નોર્થ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી છે. થર્ડ જનરેશનની આ ટેંકનો 2017માં રોયલ થાઈ આર્મી દ્વારા પ્રથમ વખત ઉપયોગ કરાયો હતો. 70 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ભાગતી આ ટેંકની રેંજ લગભગ 500 કિલોમીટર છે. આ ટેંક 125 એમએમ સ્મૂથબોર ગનથી સજ્જ છે અને જે હીટ વોરહેડ્સ, એપીએફએસડીએસ રાઉન્ડ, આર્ટિલરી અને ગાઇડેડ મિસાઇલોને ફાયર કરી શકે છે. હવે ચાઈનાએ પાકિસ્તાનને પણ આ ટેંક આપી છે.

Merkava Mark IV battle tank

Merkava Mark IV battle tank

દુનિયાની ખતરનાક ટેંકોમાંની એક Merkava Mark IV યુદ્ધ ટેંક ઈઝરાયેલની સેના વાપરે છે. દુનિયાની સૌથી સુરક્ષિત ટેંકોમાં સામેલ આ ટેંકમાં 120 mm સ્મૂથબોર ગન લાગેલી છે. આ ટેંક એન્ટી ટેંક ગાઈડેડ મિસાઈલને પણ ફાયર કરી શકે છે.

T-14 Armata

T-14 Armata

રશિયન સેના પાસે રહેલી T-14 Armata એક આધુનિક યુદ્ધ ટેંક છે. T-14 Armataની ગણતરી દુનિયાના સૌથી ખતરનાક હથિયારોમાં થાય છે. રશિયન કંપની Uralvagonzavod દ્વારા વિકસીત આ ટેંકની રેંજ 500 કિલોમિટર છે અને તેેમાં 125 એમએમ 2A82-1M સ્મૂથબોર ગન લાગલેી છે. આ ટેંક 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

M1A2 Abrams

M1A2 Abrams

આ ખતરનાક ટેંક અમેરિકન આર્મી વાપરે છે. ખતરનાક યુદ્ધ ટેન્ક M1A2 અબ્રામ્સને અમેરિકી કંપની જનરલ ડાયનેમિક્સ લેન્ડ સિસ્ટમ્સે બનાવી છે. 120 mm XM 256 સ્મૂથબોર ગનથી લેસ આ ટેંક દુશ્મનોના છક્કા છોડાવી દે છે. બખ્તરબંધ વાહનો અને ઓછી ઉંચાઈએ ઉડતા વિમાનો માટે આ ટેંક કાળ છે.

English summary
These are the 5 most powerful tanks in the world, one of which is also owned by India's arch enemy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X