Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

યોગમાં ભારતને પણ પાછળ છોડી શકે છે આ દેશ, મહિલાઓને ચડ્યો છે યોગાનો ક્રેઝ

ગયા અઠવાડિયે એટલે કે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આ વખતે યોગ દિવસના અવસરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ન્યુયોર્ક સ્ટેટમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં હતા, જ્યાં વિક્રમી સંખ્યામાં લોકોએ હાજરી આપી ભેગા થયા અને યોગ કર્યા હતા.

યોગ એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ રહી છે અને વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ યોગનો ઉપયોગ ભારતના સોફ્ટ પાવર તરફ કર્યો છે અને તેમના પ્રયાસોના પરિણામે દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ, યોગ વિશે એક રસપ્રદ માહિતી સામે આવી છે.

Yoga

વર્લ્ડ ઑફ સ્ટેટિસ્ટિક્સે યોગને લઈને એક આંકડો બહાર પાડ્યો છે અને આ આંકડા ખૂબ જ રસપ્રદ છે. રસપ્રદ છે કારણ કે વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના આંકડાઓમાં, કયા દેશમાં યોગ કરનારા પુરુષોની ટકાવારી અને મહિલાઓની ટકાવારી વિશે માહિતી આપવામાં આવી છે. તમને વિશ્વાસ નહીં થાય આ માહિતી ચોંકાવનારી છે.

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સનો અહેવાલ જણાવે છે કે ભારતમાં 22 ટકા પુરુષો યોગ કરે છે, જ્યારે ભારતની નીચે અમેરિકા છે, જ્યાં 12 ટકા પુરુષો યોગ કરે છે. ભારત અને યુએસ પછી યુનાઇટેડ કિંગડમ આવે છે, જ્યાં 9 ટકા પુરુષો દરરોજ યોગ કરે છે, જ્યારે યુકે પછી દક્ષિણ કોરિયા આવે છે, જ્યાં 7 ટકા પુરુષો યોગ કરે છે.

દક્ષિણ કોરિયા પછી સ્પેનનું નામ આવે છે અને સ્પેનમાં પણ 7 ટકા પુરુષો દરરોજ યોગા કરે છે, જ્યારે જર્મનીમાં 6 ટકા પુરુષો અને ફ્રાન્સમાં 5 ટકા પુરુષો યોગ કરે છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા અનુસાર ચીનમાં 4 ટકા પુરુષો દરરોજ યોગ કરે છે.

પરંતુ, જ્યારે યોગ કરતી મહિલાઓને લગતા આંકડા જોયા તો આ આંકડા ખૂબ ચોંકાવનારા હતા.

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા દર્શાવે છે કે દક્ષિણ કોરિયાની 43 ટકા મહિલાઓ દરરોજ યોગ કરે છે. આ એક અવિશ્વસનીય અને ચોંકાવનારો આંકડો છે. એટલે કે મહિલા યોગના મામલે દક્ષિણ કોરિયાએ ભારતને પાછળ છોડી દીધું છે.

દક્ષિણ કોરિયા પછી ભારતનો નંબર આવે છે અને ભારતમાં કુલ મહિલાઓની 31 ટકા વસ્તી દરરોજ યોગ કરે છે. જ્યારે ભારત પછી સ્પેનનો નંબર આવે છે અને સ્પેનમાં પણ 31 ટકા મહિલાઓ યોગાભ્યાસ કરે છે.

યુકેની કુલ મહિલા વસ્તીમાંથી 30 ટકા મહિલાઓ યોગાભ્યાસ કરે છે અને યુકે પછી અમેરિકાનો નંબર આવે છે, જ્યાં 27 ટકા મહિલાઓ યોગાભ્યાસ કરે છે. યુએસએ પછી ચીન આવે છે, જ્યાં 26 ટકા મહિલાઓ યોગ કરે છે.

તેનાથી સમજી શકાય છે કે ભારતની બહાર યોગ કેવી રીતે ફેલાઈ રહ્યો છે અને લોકો યોગનું મહત્વ કેટલી ઝડપથી સમજી રહ્યા છે.

જો તમે આંકડાઓ પર નજર નાખો તો ચીન પછી જર્મની આવે છે, જ્યાં 25 ટકા મહિલાઓ યોગ કરે છે. તે જ સમયે, જર્મની પછી ફ્રાન્સનો નંબર આવે છે, જ્યાં 21 ટકા મહિલાઓ યોગ કરે છે.

જે ઝડપે આ દેશોની મહિલાઓ યોગને પોતાના જીવનમાં સામેલ કરી રહી છે તે જોઈને લાગે છે કે ટૂંક સમયમાં ભારત યોગાભ્યાસની બાબતમાં પાછળ રહી જશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X