યેરૂશલમમાં પીએમ નેતન્યાહૂ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન

યેરૂશલમમાં પીએમ નેતન્યાહૂ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન

યેરૂશલમઃ ઈઝરાઇલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂના સરકારી આવાસની બહાર હજારોની સંખ્યામાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે. ઈઝરાયલી મીડિયા મુજબ સરકાર વિરુદ્ધ પ્રદર્શન શરૂ થયા બાદથી આ પ્રદર્શન રાજધાનીમાં થનાર સૌથી મોટું પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસ મહામારીના કારણે વ્યાપારી સંકટને ધ્યાનમાં રાખી ઈઝરાયલમાં સરકાર વિરુદ્ધના વિરોધ પ્રદર્શનના સ્વર તેજ થઇ ગયા છે.

benjamin netanyahu

સ્થાનિક મીડિયા મુજબ ઈઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂના સત્તાવાર નિવાસની બહાર 10 હજારથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું અને તેમના રાજીનામાની માંગ કરી. રિપોર્ટ મુજબ કેટલાક શહેરોમાં પ્રદર્શનકારીઓને પરેશાન કરવાના આરોપમાં ચાર લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે એક શખ્સને હાઈફામાં પ્રદર્શનકારીઓ પર પથ્થર ફેંક્યા બાદ કસ્ટડીમાં લઇ લીધો. શનિવારે રાતે થયેલ પ્રદર્શનની મંજૂરી ઈઝરાયલ પોલીસે આપી હતી.

પોલીસે એક નિવેદનમાં કહ્યું કે પોલીસ અધિકારી, નાગરિક અને સરકાર સંપત્તિ વિરુદ્ધ હિંસાત્મક પ્રદર્શન નહિ થવા દે અને તેનો રોકવાની પૂરી કોશિશ કરશે. આ ઉપરાંત પોલીસે કહ્યું કે જે કોઈપણ દંગા ભડકાવશે, કાનૂન તોડશે અથવા સંપત્તિને નષ્ટ કરશે તેને આકરામાં આકરી સજા મળશે. જણાવી દઇએ કે વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂ પર લાંચ રૂશ્વત લેવાનો, દગો આપવાનો અને વિશ્વાસઘાત કરવા જેવા ગંભીર આરોપો લાગ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન નેતન્યાહૂ પર કેલાક વર્ષ પહેલા લાગેલા ભ્રષ્ટાચાર અે રિશ્વતખોરીના આરોપોની પણ તપાસ ચાલી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X