For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 કરોડ રૂપિયામાં વેચાયા નેપોલિયન બોનાપાર્ટના પત્નીને લખેલા ત્રણ લવ લેટર્સ

રાંસના મિલિટરી લીડર નેપોલિયન બોનાપાર્ટે પોતાની પત્ની જોસેફિનને લખેલા ત્રણ લવ લેટર્સની ગુરુવારે 5,13,000 યુરો એટલે કે 575,000 અમેરિકી ડૉલરમાં હરાજી થઈ છે.

|
Google Oneindia Gujarati News

ફ્રાંસના મિલિટરી લીડર નેપોલિયન બોનાપાર્ટે પોતાની પત્ની જોસેફિનને લખેલા ત્રણ લવ લેટર્સની ગુરુવારે 5,13,000 યુરો એટલે કે 575,000 અમેરિકી ડૉલરમાં હરાજી થઈ છે. આ રકમ ભારતીય મુદ્રામાં લગભગ ચાર કરોડ રૂપિયા થાય છે. આ ત્રણે લવ લેટર્સ નેપોલિયને વર્ષ 1796 અને 1804 વચ્ચે લખ્યા હતા. ફ્રાંસના જાણીતા ડ્રોઉટ ઑક્શન હાઉસના હવાલાથી ન્યૂઝ એજન્સી એએફપીએ આ માહિતી આપી.

Napoleon Bonaparte

પત્રમાં લખી હતી ખાસ વાતો

વર્ષ 1796માં ઈટલી અભિયાન દરમિયાન લખાયેલા એક લવ લેટરમાં બોનાપાર્ટે લખ્યુ હતુ, 'મારી પ્યારી દોસ્ત, તમારા તરફથી મને કોઈ ચિઠ્ઠી મળી નથી. જરૂર કંઈ ખાસ ચાલી રહ્યુ છે એટલા માટે તમે પોતાના પતિને ભૂલી ગયા છો. જો કે કામ અને ખૂબ જ થાક વચ્ચે માત્ર અને માત્ર તમારી યાદ આવે છે.' ફ્રેંચ એડર અને એગુટ્સ હાઉસો તરફથી ઐતિહાસિક થીમ પર આધારિત હરાજીમાં એક દૂર્લભ ઈનિગ્મા એન્ક્રિપ્શન મશીનને પણ શામેલ કરવામાં આવ્યુ હતુ જેનો પ્રયોગ નાજી જર્મનીએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કર્યો હતો. આ મશીનની હરાજી 48,100 યુરોમાં થઈ છે. નેપોલિયનને દુનિયાના સૌથી મહાન મિલિટ્રી લીડર્સમાં ગણવામાં આવે છે. તે ફ્રાંસના શાસક પણ હતા. ફ્રેંચ રિવોલ્યુશન દરમિયાન નેપોલિયન બોનાપાર્ટ તરીકે એક ઉત્કૃષ્ટ કમાંડર દુનિયાને મળ્યો હતો.

આ પણ વાંચોઃ 4 વર્ષમાં જ બોલિવુડ પર છવાઈ ગઈ હતી દિવ્યા ભારતીઃ એક દર્દનાક કહાનીઆ પણ વાંચોઃ 4 વર્ષમાં જ બોલિવુડ પર છવાઈ ગઈ હતી દિવ્યા ભારતીઃ એક દર્દનાક કહાની

English summary
Three love letters from Napoleon Bonaparte to his wife Josephine, go for over 500,000 euros.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X