Tokyo Olympics 2021 : મેક્સિકોના બે બેઝબોલ ખેલાડીઓ કોરોના સંક્રમિત

મેક્સિકન બેઝબોલ અધિકારીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ટોક્યો ઓલિમ્પિક્સમાં રવાના થયાના થોડા દિવસો પહેલા બે ખેલાડીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

નવી દિલ્હી : મેક્સિકન બેઝબોલ અધિકારીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ટોક્યો ઓલિમ્પિક્સમાં રવાના થયાના થોડા દિવસો પહેલા બે ખેલાડીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

Tokyo Olympics 2021

આ એથલીટ્સ હેક્ટર વેલ્ઝક્વેઝ અને સેમી સોલિસ હતા. જેમનો કોરોના રિપોર્ટ 18 જુલાઈના રોજ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ બંનેને આઇસોલેટ કરવામાં આવ્યા છે. હાલ ટીમના બાકીના સભ્યોના પણ કોરોના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

અધિકારીઓએ આપેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, મેડિકલ લેબોરેટરી આરટી-પીસીઆર રિપોર્ટ્સ કરશે, ત્યાં સુધી બંને ખેલાડીઓને તેમની રાષ્ટ્રીય ટીમની હોટલના રૂમમાં અને અન્ય તમામ ખેલાડીઓ અને ટીમ કોચિંગ સ્ટાફને તાત્કાલિક આઇસોલેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ટોક્યો ઓલિમ્પિક 2021 રમતોમાં ભાગ લેતી રાષ્ટ્રીય બેઝબોલ ટીમના તમામ સભ્યોના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેક્સિકન ઓલિમ્પિક કમિટી (COM) દ્વારા સ્થાપિત તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે.

મેક્સિકો 30 જુલાઈના રોજ ડોમિનિકન રિપબ્લિક સામે યોકોહામા ખાતે પોતાની પ્રથમ ઓલિમ્પિક ટૂર્નામેન્ટની રમત રમશે. ઓલિમ્પિક માટે એથલીટ્સ અને અધિકારીઓએ તેમના દેશોમાં એકત્ર થવાનું શરૂ કર્યું અને જાપાન પહોંચ્યા ત્યારથી ઓલિમ્પિક સંબંધિત ડઝનથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે.

જુલાઇ મહિનામાં જાપાનમાં ટોક્યો ઓલિમ્પિક સાથે જોડાયેલા એથ્લેટ્સ, સ્ટાફ અથવા અધિકારીઓના 58 પોઝિટિવ કેસ નોંધાયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X