For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનની જેલોમાં બંધ 537 ભારતીય કેદીઓ, વિદેશ મંત્રાયલે આપી જાણકારી

પાકિસ્તાનના વિદેશ વિભાગ તરફથી મંગળવારે એ ભારતીય કેદીઓની યાદી જાહેર કરી છે જે દેશની અલગ અલગ જેલોમાં બંધ છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના વિદેશ વિભાગ તરફથી મંગળવારે એ ભારતીય કેદીઓની યાદી જાહેર કરી છે જે દેશની અલગ અલગ જેલોમાં બંધ છે. વિદેશ વિભાગ તરફથી જણાવવામાં આવ્યુ છે કે લગભગ 537 ભારતીય કેદીઓ પાકની જેલોમાં બંધ છે. પાકિસ્તાન વિદેશ વિભાગે ભારતીય કેદીઓની આ યાદી ઈસ્લામાબાદ સ્થિત ભારતીય ઉચ્ચ કમિશનને સોંપી છે. આ કેદીઓમાં 54 નાગરિક અને 483 માછીમારો છે. પાકે આ લિસ્ટ એક દ્વિપક્ષીય સમજૂતીના નિયમો હેઠળ ભારત સાથે શેર કરી છે.

pakistani jail

ભારતે પણ સોંપી આવી જ યાદી

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી એક નિવેદન પણ જાહેર કરવામાં આવ્યુ છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે, 'પાકિસ્તાન સરકારે ઈસ્લામાબાદ સ્થિત ભારતના ઉચ્ચ કમિશનને આજે 537 ભારતીય કેદીઓ જેમાં 483 માછીમારો અને 54 અન્ય કેદીઓ છે તેમની યાદી સોપી છે.' નિવેદન મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે 21 મે, 2008ના રોજ રાજદ્વારી વપરાશ કરાર હેઠળ આ પગલુ લેવામાં આવ્યુ છે.

સમજૂતી હેઠળ બંને દેશોએ કેદીઓની યાદી એક વર્ષમાં બે વાર, એક જાન્યુઆરી અને એક જુલાઈના રોજ એકબીજા સાથે શેર કરવાની હોય છે. આ પ્રકારની લિસ્ટ ભારત સરકારે પણ નવી દિલ્લી સ્થિત પાકિસ્તાનના ઉચ્ચ કમિશનને સોંપી છે જેમાં ભારતમાં બંધ તેના કેદીઓની જાણકારી છે. બંને દેશ તણાવ બાદ પણ કેદીઓની યાદી શેર કરીને પરંપરાનું પાલન કરતા આવ્યા છે.

આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશ સરકાર પાછા લેશે ભારત બંધ દરમિયાન નોંધાયેલા કેસઆ પણ વાંચોઃ મધ્ય પ્રદેશ સરકાર પાછા લેશે ભારત બંધ દરમિયાન નોંધાયેલા કેસ

English summary
Total 537 Indians lodged in Pakistani jails, Pakistan Foreign Office has released the data on 1st January.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X