For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

11 વર્ષની બાળકીએ ઓબામાને આપ્યો કરારા જવાબ

|
Google Oneindia Gujarati News

Obama
વોશિંગટન, 24 જાન્યુઆરીઃ પોતાના બીજા કાર્યકાળ સાથે સપથ ગ્રહણ સમારોહમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જે ભાષણ આપ્યું, તેનાથી ઘણા લોકો પ્રભાવિત થયા છે. ઓબામાએ પહેલીવાર સમલૈગિંક લોકોના અધિકારોની વાત કરી, પરંતુ 11 વર્ષની સેન્ડીએ તેમના ભાષણ પર આપત્તિ વ્યક્ત કરી છે. સેન્ડી એક ટ્રાન્સજેન્ડર છે અને તેને લાગ્યું કે ઓબામાએ સમલૈગિંકોની વાત કરી તો ટ્રાન્સજેન્ડર લોકોના અધિકારીઓની વાત કેમ ના કરી.

પોતાની ઓળખને લઇને જાગૃત સેન્ડીએ આ અંગે એક લેખ લખ્યો. તેના માતાએ આ લેખને ફેસબુક પર અપલોડ કર્યો. ત્યાંથી લોકોએ તેને જોયો અને આજે તે આખા વિશ્વમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર ફેલાઇ ચૂક્યો છે.

સેન્ડીને પાંચ વર્ષની ઉમરે ખબર પડી હતી કે તે ટ્રાન્સજેન્ડર એટલે કે છોકરીના શરીરમાં છોકરો છે. તે પોતાના અધિકારોને લઇને એટલી સચેત છે કે તેણે પોતાના લેખમાં ઓબામાને જણાવ્યું કે અમેરિકામાં એક ટ્રાન્સજેન્ડર હોવું કેટલું અઘરું છે. સેન્ડી લખે છે કે, જો દૂનિયામાં દરેક વ્યક્તિને તેમ થવાની આઝાદી છે, જેવી તે છે, તો તે રહેવા માટે યોગ્ય સ્થાન હશે. તેમાં એ લોકો પણ સામેલ છે, જેની લૈંગિક ઓળખ રચનાત્મક છે.

સેન્ડીએ પોતાના લેખમાં જણાવ્યું છે કે, તેના જેવા બાળકોને ઘણી બધી શાળાઓમાં એટલા માટે એડમિશન નથી મળતું કારણ કે, શિક્ષક તેમને ઓરોથી અલગ સમજે છે. તે લખે છે કે, કેટલું સારું હોત કે લોકોને ખબર છે કે ટ્રાન્સજેન્ડર લોકોના સપના અને આશાઓ એવી જ છે જે બીજા લોકોની છે. અમને પણ મિત્રો બનાવવા સારા લાગે છે.

English summary
A letter to President Obama from an 11 year old transgender girl named Sadie has been making the rounds on the internet after the president's bold references to LGBTQ rights in his inaugural address on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X