ટ્રમ્પે ભારતની સરખામણી 'નરક' સાથે કરી, પણ કેમ? નિવેદનથી છેડાઈ નવી ચર્ચા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના આકરા અને વિવાદાસ્પદ નિવેદનોને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે. તેમની બેફામ અને અભદ્ર ટિપ્પણીઓ જાણીતી છે. હાલમાં જ તેમણે ભારત અને ચીન જેવા દેશો માટે ભદ્દા શબ્દોનો ઉપયોગ કરી નવો વિવાદ ઊભો કર્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે એક પત્ર શેર કરતા સોશિયલ મીડિયા પર નવો વિવાદ સર્જાયો છે. આ પત્ર અમેરિકન રેડિયો હોસ્ટ અને કટ્ટરવાદી લેખક માઈકલ સેવેજ દ્વારા લખાયેલો છે, જેમાં ભારત, ચીન અને અન્ય દેશોને "નરક સમાન સ્થાનો" તરીકે વર્ણવવામાં આવ્યા છે. ઘણા લોકો આ નિવેદનને જાતિવાદી અને અત્યંત વાંધાજનક ગણી રહ્યા છે.

માઈકલ સેવેજે પોતાના પત્રમાં અમેરિકાના જન્મસિદ્ધ નાગરિકતા કાયદા પર પ્રશ્નો ઊભા કર્યા હતા. તેમણે દાવો કર્યો કે એશિયાઈ દેશોથી લોકો "ફક્ત નવમા મહિને બાળકને જન્મ આપવા" અમેરિકા આવે છે, જેથી તેમનું સંતાન જન્મ લેતા જ અમેરિકન નાગરિક બની જાય. સેવેજે પત્રમાં લખ્યું: "અહીં જન્મેલું બાળક તરત નાગરિક બની જાય છે, અને પછી તેઓ ચીન, અથવા ભારત, અથવા દુનિયાના અન્ય કોઈ નરક જેવી જગ્યાએથી પોતાના આખા પરિવારને અહીં લઈ આવે છે."

ડોનાલ્ડ ટ્રમ્પે આ વિવાદાસ્પદ પત્ર પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'Truth Social' પર શેર કર્યો હતો. આ પોસ્ટ તેમની CNBC ઇન્ટરવ્યુના એક દિવસ પછી જ આવી, જેમાં તેમણે જન્મસિદ્ધ નાગરિકતા અંગે નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે ઇન્ટરવ્યુમાં દાવો કર્યો કે અમેરિકા સિવાય કોઈ પણ દેશ જન્મના આધારે નાગરિકતા આપતો નથી, જે સંપૂર્ણપણે ખોટો સાબિત થાય છે.

કેનેડા, મેક્સિકો અને દક્ષિણ અમેરિકાના ઘણા દેશો સહિત વિશ્વના લગભગ ત્રણ ડઝન દેશો જન્મના આધારે નાગરિકતા આપવાની આ પદ્ધતિ અપનાવે છે. આમ, અમેરિકા એકમાત્ર આવો દેશ હોવાનો ટ્રમ્પનો દાવો ભ્રામક અને તથ્યહીન પુરવાર થાય છે.

આ વિવાદ માત્ર એક નિવેદન પૂરતો સીમિત નથી, પરંતુ અમેરિકામાં ઇમિગ્રેશન નીતિ અને નાગરિકતા કાયદાને લઈને ચાલી રહેલી ગંભીર ચર્ચાનો એક ભાગ છે. ટ્રમ્પ અને તેમના સમર્થકો લાંબા સમયથી જન્મસિદ્ધ નાગરિકતા કાયદામાં ફેરફારની માંગ કરી રહ્યા છે, જ્યારે ઘણા લોકો તેને બંધારણીય અધિકાર માને છે. આ સમગ્ર ઘટનાએ એકવાર ફરી જાતિવાદ, સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય રાજનીતિ પરની ચર્ચાઓને વેગ આપ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X