For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્વિટરના CEO પરાગ અગ્રવાલને હટાવવા માટે એલન મસ્કે આપવા પડશે આટલા અબજ રૂપિયા

ટ્વિટરને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે 44 બિલિયન ડૉલરમાં ખરીદી લીધુ છે. એવામાં સવાલ એ ઉઠે છે કે કંપનીના વર્તમાન સીઈઓ પરાગ અગ્રવાલનુ શું થશે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ ટ્વિટરને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે 44 બિલિયન ડૉલરમાં ખરીદી લીધુ છે. કંપની તરફથી એ વાતની પુષ્ટિ કરી દેવામાં આવી છે અને ખુદ એલન મસ્કે ટ્વિટ કરીને આની માહિતી આપી છે. એવામાં સવાલ એ ઉઠે છે કે કંપનીના વર્તમાન સીઈઓ પરાગ અગ્રવાલનુ શું થશે. રિપોર્ટ મુજબ જો પરાગ અગ્રવાલને 12 મહિનાની અંદર કંપનીમાંથી કાઢવામાં આવે તો તેમને 42 મિલિયન ડૉલરની રકમ ચૂકવવી પડશે કે જે લગભગ 3.2 અબજ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે 14 એપ્રિલના રોજ એલન મસ્કે કંપનીની બોર્ડ મીટિંગમાંથી ભાગ લેવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યુ હતુ કે તેમને કંપનીના મેનેજમેન્ટ પર ભરોસો નથી.

42 મિલિયન ડૉલર મળશે પરાગ અગ્રવાલને

42 મિલિયન ડૉલર મળશે પરાગ અગ્રવાલને

એક્વિલરના અનુમાન મુજબ જો એલન મસ્ક કંપનીના સીઈઓને કાઢે તો તેમણે પરાગ અગ્રવાલે 42 મિલિયન ડૉલરની રકમની ચૂકવણી કરવી પડશે. જો કે, ટ્વિટર તરફથી આ નિવેદન પર કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પરાગ અગ્રવાલ કંપનીમાં પહેલા ચીફ ટેકનોલૉજી ઑફિસર હતા ત્યારબાદ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કંપનીના સીઈઓ બનાવવામાં આવ્યા. 2021માં તેમના નુકશાનની કુલ કિંમત 30.4 મિલિયન ડૉલર હતી.

ઘણા ઉતાર-ચડાવ જોયા કંપનીએ

ઘણા ઉતાર-ચડાવ જોયા કંપનીએ

તમને જણાવી દઈએ કે ટ્વિટર કંપનીની શરુઆત 2016માં થઈ હતી. કંપનીએ ગયા વર્ષોમાં ઘણા ઉતાર-ચડાવ જોયા, જેના કારણે કંપનીના કો ફાઉન્ડર જેક ડોર્સીને પદ પરથી હટાવવામાં આવ્યા. જો કે, 2016માં તેમની એક વાર ફરીથી કંપનીમાં વાપસી થઈ. 2013માં કંપનીનો આઈપીઓ આવ્યો અને 2016માં કંપનીઓ ભાગીદારી વેચવાનો નિર્ણય કર્યો ત્યારબાદ ટ્વિટરને ખરીદવાની વૉલ્ટ ડિઝનીએ ઈચ્છા વ્યક્ત કરી હતી.

જેક ડોર્સીએ વ્યક્ત કરી હતી ચિંતા

જેક ડોર્સીએ વ્યક્ત કરી હતી ચિંતા

જેક ડોર્સીએ 2020માં કંપનીના એ ઈન્વેસ્ટર્સ વિરુદ્ધ મોરચો ખોલી દીધો કે જે કંપનીમાં એક્ટિવિસ્ટ તરીકે પોતાની ભૂમિકા નિભાવી રહ્યા હતા. તેમણે કંપનીના બોર્ડ મેમ્બર્સની જવાબદેહી નક્કી કરવાની વાત કહી. જેની ઘણી ટીકા થઈ ત્યારબાદ તેમને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો. ત્યાં સુધી કે ખુદ જેક ડોર્સીએ ટેડ ટૉકમાં કંપનીના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

English summary
Twitter CEO Parag Agarwal will get 42 million dollar if sacked
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X