44 બિલિયન ડૉલરમાં વેચાઈ ગયુ ટ્વિટર, એલન મસ્કે ટ્વિટ કરીને કરી પુષ્ટિ
વૉશિંગ્ટનઃ ટેસ્લા કંપનીના માલિક એલન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડૉલરમાં ખરીદી લીધુ છે. ટ્વિટરે આ વાતની સોમવારે પુષ્ટિ કરી દીધી છે. કંપની તરફથી કહેવામાં આવ્યુ છે કે ડીલ મુજબ કંપનીના શેરધારકોને 54.20 અમેરિકી ડૉલર પ્રતિ શેરના બદલે આપવામાં આવશે. આ એલાન બાદ એલન મસ્કે કહ્યુ કે લોકતંત્રને ચલાવવા માટે ફ્રી સ્પીચ તેનો આધાર છે, ટ્વિટર ડિજિટલ શહેર છે જ્યાં માનવતાના ભવિષ્યની ચર્ચા થાય છે. હું ટ્વિટરને પહેલાથી ઘણુ વધુ સારુ બનાવવા માંગુ છુ, આમાં નવા ફીચર લાવીને લોકોમાં ભરોસો વધારવા માટે આના અલગોરિધમને લોકો સામે રાખવામાં આવશે. ટ્વિટરમાં જબરદસ્ત ક્ષમતા છે, હું કંપની સાથે કામ કરવાને લઈને ઉત્સુક છુ.

44 બિલિયન ડૉલર કેશમાં ડીલ
તમને જણાવી દઈએ કે એલન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડૉલર કેશમાં ખરીદવાનો પ્રસ્તાવ કંપનીને આપ્યો હતો. જેને કંપનીએ છેવટે સ્વીકારી લીધો અને હવે ટ્વિટર પર માલિકી હક એલન મસ્કનો થઈ ગયો. 16 વર્ષની આ કંપનીને ઈતિહાસની સૌથી મોટી ડીલ હેઠળ ખરીદવામાં આવ્યુ છે. છેલ્લા ઘણા દિવસોથી ફ્રી સ્પીચને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે એલન મસ્કને ટ્વિટર ખરીદવામાં છેવટે મોટી સફળતા મળી છે. કંપની દરેક શેરધારકોને એક શેરના બદલે 54.2 ડૉલર આપશે કે જે 1 એપ્રિલના કંપનીના શેરના વર્તમાન ભાવથી 38 ટકા વધુ છે. નોંધનીય વાત છે કે કંપનીમાં એલન મસ્ક એક મોટા શેરધારક હતા.

અત્યાર સુધીની સૌથી મોટી ડીલ
આ બિઝનેસના ઈતિહાસની સૌથી મોટી ડીલ છે જેને 44 બિલિયન ડૉલર રોકડમાં કરવામાં આવી છે. એટલે કે કંપનીને 100 ટકા કેશ પૈસાથી ખરીદવામાં આવી છે. આ ડીલને આ વર્ષના અંત સુધી પૂરી કરી લેવામાં આવશે. મસ્કે પહેલા જ કહ્યુ હતુ કે તેમણે 25.5 બિલિયન ડૉલરને પહેલા જ આના માટે સુરક્ષિત રાખી લીધા છે. બાકીના 21 બિલિયન ડૉલર તે ઈક્વિટી ફંડ દ્વારા એકઠા કરશે.

ખુલીને કંપની વિરુદ્ધ બોલી રહ્યા હતા મસ્ક
તમને જણાવી દઈએ કે એલન મસ્ક ટ્વિટર પર ઘણા સક્રિય રહે છે અને તેમના ટ્વિટર પરહ 83 મિલિયન ફૉલોઅર છે, કંપનીમાં એલન મસ્કના 9 ટકા શેર છે. માર્ચ મહિનામાં મસ્કે ટ્વિટરની ટીકા શરુ કરી અને કંપની પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા. કંપનીના અલ્ગોરિધમ અને ભેદભાવપૂર્ણ ફીડ્સની ટીકા કરી. તેમણે 14 એપ્રિલે કંપનીની બોર્ડ મીટિંગમાં ભાગ લેવાનો પણ ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યુ હતુ કે તે કંપનીની સંપૂર્ણપણે અભિવ્યક્તિની આઝાદીનુ મંચ બનાવશે, એ વખતે જ તેમણે કંપનીને ખરીદવાના સંકેત આપી દીધા હતા.
🚀💫♥️ Yesss!!! ♥️💫🚀 pic.twitter.com/0T9HzUHuh6
— Elon Musk (@elonmusk) April 25, 2022