યુકેની પહેલી ટ્રાંસજેંડર ટીવી એંકરે પોતાનું નામ રાખ્યું “ઇંડિયા”

Subscribe to Oneindia News

યુકેની પહેલી ટ્રાંસજેંડર ટીવી ન્યૂઝ રિપોર્ટરે ફરી એક વાર ચોંકાવનારુ કામ કર્યુ છે. ટીવી એંકરના રુપમાં સામે આવનારી આ મહિલાએ પોતાનું નામ ઇંડિયા રાખી લીધુ છે. સર્જરી પહેલા આ ટ્રાંસજેંડર ટીવી રિપોર્ટર જૉનાથન નામના પુરુષના રુપમાં લોકો વચ્ચે જાણીતી હતી.

શું ટ્રાન્સજેન્ડર ગર્ભધારણ કરી શકે છે?

UK's first transgender tv presenter choosesindia as name

તેનું પૂરુ નામ જૉનાથન વિલોગબી હતું. તેણે 14,000 પાઉંડ ખર્ચીને પહેલા પોતાનું લિંગ પરિવર્તન કરાવ્યું અને ત્યારબાદ પોતાનું નામ ઇંડિયા વિલોગબી રાખી લીધુ છે. તેમનુ માનવુ છે કે ભારત એક સુંદર દેશ છે માટે તેમણે પોતાનુ નામ ઇંડિયા રાખ્યું છે.

ડેઇલી મિરર સાથે વાત કરતા ઇંડિયા વિલોગબીએ કહ્યું કે તેમણે પોતાના જીવનમાં ઘણુ દુ:ખ અને અપમાન સહન કર્યા છે. તેમના શરીરની બનાવટ તેમને કંઇક અલગ કહેતી અને અને સમાજ કંઇક અલગ. જેનો ડંશ મે ઘણા સમય સુધી સહન કર્યો પરંતુ છેવટે હું પોતાના વિશે નિર્ણય લેવામાં સફળ રહી અને આજે તમારી સામે પોતાની ઓળખ સાથે બેઠી છું. તમને જણાવી દઇએ કે ઇંડિયા વિલોગબી એક બાળકની માતા પણ છે.

સેનાએ સ્ટ્રાઇકના 90 મિનિટના વીડિયો રિલીઝને આપી લીલી ઝંડી

ઇંડિયા કહ્યું કે ટ્રાંસજેંન્ડર વિશે લોકોના મનમાં ઘણી ખોટી ધારણાઓ છે, હું આશા રાખુ છું કે લોકોના વિચારો બદલવામાં હું મદદ કરી શકીશ. તમને જણાવી દઇએ કે જૉનાથન બ્રિટનના આઇટીવી ચેનલનો એક લોકપ્રિય ચેહરો હતા. જોઇએ છે લોકો તેમને ઇંડિયા વિલોગબીના રુપમાં એટલો પ્રેમ આપે છે કે નહિ.

English summary
A TV presenter who used to be a man named Jonathan returned to UK screens on Tuesday as a woman named 'India' and Britain's first transgender TV news reporter.
Please Wait while comments are loading...