For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'યુક્રેનને શિખાઉ ના સમજતા' - રશિયાના સૈન્ય અભિયાનોને ઘટાડવાના વચન પર ઝેલેંસ્કી

શિયાએ શાંતિ મંત્રણા દરમિયાન યુક્રેન કીવ અને એક અન્ય શહેરની આસપાસ સૈન્ય અભિયાનો ઘટાડવાનુ વચન આપ્યુ છે પરંતુ યુક્રેને રશિયાના વચન પર પ્રતિક્રિયા આપીને શંકા વ્યક્ત કરી છે

|
Google Oneindia Gujarati News

કીવઃ રશિયાએ શાંતિ મંત્રણા દરમિયાન યુક્રેન કીવ અને એક અન્ય શહેરની આસપાસ સૈન્ય અભિયાનો ઘટાડવાનુ વચન આપ્યુ છે પરંતુ યુક્રેને રશિયાના વચન પર પ્રતિક્રિયા આપીને શંકા વ્યક્ત કરી છે કારણકે અમુક પશ્ચિમ દેશોએ મૉસ્કોથી યુક્રેનના અન્ય ભાગોમાં હુમલા તેજ કરવાની સંભાવના વ્યક્ત કરી હતી. તમને જણાવી દઈએ કે ઈસ્તંબુલના એક મહેલમાં એક મહિનાથી પણ વધુ સમયથી વાતચીત ચાલી રહી છે. આ હુમલો બીજા વિશ્વયુદ્ધ બાદ એક યુરોપીય દેશ પર સૌથી મોટા હુમલા તરીકે જોવામાં આવી રહ્યો છે જેમાં હજારો લોકો માર્યા ગયા અને ઘાયલ થયા છે. એટલુ જ નહિ લગભગ 4 મિલિયન લોકો વિદેશ ભાગવા માટે મજબૂર બન્યા. આ સાથે જ પ્રતિબંધો સાથે રશિયાની અર્થવ્યવસ્થા પણ ચોપટ થઈ ચૂકી છે.

zelensky

આ પહેલા રશિયાના ઉપ રક્ષામંત્રી એલેક્ઝાન્ડર ફોમિને પત્રકારોને કહ્યુ હતુ કે પારસ્પરિક વિશ્વાસ વધારવા અને આગળની વાતચીત માટે જરુરી શરતો અને સંમતિ માટે કીવ અને ચેર્નિહાઈવમાં સૈન્ય ગતિવિધિઓને ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે અન્ય ક્ષેત્રોનો કોઈ ઉલ્લેખ ન કર્યો. જેમાં દક્ષિણ-પૂર્વમાં મારિયુપોલ, પૂર્વમાં સુમી અને ખાર્કિવ અને દક્ષિણમાં ખેરસૉન અને માયકોલાઈવ શામેલ છે અને જ્યાં ભારે લડાઈ અને નુકશાન જોવામાં આવ્યુ.

રૉયટર્સમાં છપાયેલા સમાચાર મુજબ આને લઈને રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ મંગળવારે મોડી રાતે કહ્યુ, 'યુક્રેની લોકોને શિખાઉ ના સમજો. આક્રમણના આ 34 દિવસ દરમિયાન અને ડોનબાસના છેલ્લા આઠ વર્ષોના યુદ્ધથી શીખી ચૂક્યા છે કે એક જ વસ્તુ પર ભરોસો કરી શકાય છે અને એ છે ઠોસ પરિણામ. યુક્રેની સશસ્ત્ર બળોના સામાન્ય કર્મચારીઓએ કહ્યુ કે અમુક ક્ષેત્રોમાં સૈન્ય અભિયાનોને ઘટાડવાનુ રશિયાનુ વચન કદાચ વ્યક્તિગત એકમોનુ એક રોટેશન હતુ અને ગુમરાહ કરવાની રીત હતી.'

રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણામાં મુખ્ય વાર્તાકારે સ્પષ્ટ કરી દીધુ છે કે કીવ અને ઉત્તર યુક્રેનની આસપાસ સૈન્ય અભિયાનોને ઘટાડવાના વચનનો અર્થ યુદ્ધ વિરામ નથી. માટે હજુ કીવ સાથે ઔપચારિક સમજૂતી પર વાતચીતે લાંબો રસ્તો પસાર કરવાનો છે. તુર્કીમાં થયેલી વાતચીત દરમિયાન રશિયાએ કીવ અને ઉત્તર યુક્રેનની આસપાસ હુમલો ઘટાડવાની વાત કહી હતી. યુક્રેને તુર્કીમાં મંગળવારે રશિયા સાથે મહિનાથી ચાલી રહેલ સંઘર્ષને ઉકેલવા માટે ઘણા પ્રસ્તાવ રાખ્યા. યુક્રેન, સંઘર્ષને ઉકેલવા માટે ઘણી કોશિશ કરી ચૂક્યુ છે. આના મમાટે તેણે નાટોમાં શામેલ થવાની પોતાની ઈચ્છાને પણ છોડી દેવાનુ એલાન કર્યુ છે. રશિયાએ પણ કહ્યુ છે કે કીવની આસપાસ સૈન્ય ગતિવિધિઓને ઘટાડશે.

English summary
Ukraine is not naive says Zelensky after the pledge of withdrawal of Russian forces from the Kyiv.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X