For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માસૂમ બાળકોના ફોટા શેર કરીને યુક્રેનના રાષ્ટ્રપતિની પત્નીએ મીડિયાને કરી ભાવુક અપીલ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંન્સ્કીની પત્ની ઓલેના ઝેલેંન્સ્કીએ મીડિયાને ભાવુક અપીલ કરી છે.

|
Google Oneindia Gujarati News

કીવઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંન્સ્કીની પત્ની ઓલેના ઝેલેંન્સ્કીએ મીડિયાને ભાવુક અપીલ કરી છે. તેમણે મીડિયાને અપીલ કરી છે કે લોકો સામે ભયાનક સત્ય સામે લાવવામાં આવે, કોઈ રીતે રશિયાની સેના બાળકોની બર્બરતાથી હત્યા કરી રહી છે. ઓલેનાએ મીડિયાને અપીલ કરીને કહ્યુ કે હું એ તમામ દુનિયાભરના નિષ્પક્ષ મીડિયાને વિનંતી કરુ છુ કે તમે આ ભયાનક સત્યને બતાવો, રશિયાની સેના યુક્રેનના બાળકોને મારી રહી છે.

ફોટા શેર કરીને ભાવુક અપીલ કરી

ફોટા શેર કરીને ભાવુક અપીલ કરી

ઓલેના ઝેલેંન્સકીએ કહ્યુ કે રશિયાની માતાઓ એ જણાવો, તેમને જાણવા દો કે છેવટે તેમના દીકરાઓ અહીં શું કરી રહ્યા છે. ઓલેનાએ ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા શેર કરીને લખ્યુ, આ ફોટાને રશિયાની મહિલાઓને બતાવો, તમારા દીકરા, પતિ, યુક્રેનમાં બાળકોને મારી રહ્યા છે. તેમને જાણવા દો લોકો વ્યક્તિગત રીતે યુક્રેનના બાળકોની હત્યા માટે જવાબદાર છે કારણકે તેમણે આ ગુનામાં પોતાની સંમતિ આપી છે. નોંધનીય વાત છે કે અધિકૃત આંકડાઓ અનુસાર અત્યાર સુધી યુદ્ધમાં 38 બાળકોના મોત થયા છે.

18 મહિનાથી 14 વર્ષના બાળકોના મોત

18 મહિનાથી 14 વર્ષના બાળકોના મોત

ઓલેના ઝેલેંસ્કીએ કહ્યુ કે આ આંકડો વધી શકે છે કારણકે શાંતિપૂર્ણ શહેરોમાં ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે રશિયાના લોકો એ કહે છે કે તેમની સેના સામાન્ય નાગરિકોને નુકશાન નથી કરી રહી, તેમને આ ફોટા બતાવો, તેમને આ બાળકોના ચહેરા બતાવો, જેમને મોટા થવાનો મોકો આપવામાં ન આવ્યો. છેવટે હજુ કેટલા બાળકોએ પોતાના જીવ આપવા પડશે રશિયાના લોકોને એ સમજાવવા માટે કે એમની સેના ફાયરિંગ બંધ કરી દે અને માનવતાના આધારે કોરિડોર બનાવવા દે. ઝેલેંન્સ્કાની પોસ્ટમાં પાંચ બાળકોના ફોટા છે જેમની ઉંમર 18 મહિનાથી લઈને 14 વર્ષ સુધીની છે.

પોસ્ટમાં શેર કર્યા બાળકોના ફોટા

પોસ્ટમાં શેર કર્યા બાળકોના ફોટા

ઝેલેંસ્કાએ પોસ્ટમાં લખ્યુ કે 18 મહિનાનો કિરિલ યત્સ્કાનો ફોટો અસોસિએટ પ્રેસે લીધો છે. તેના માતાપિતા ડરેલા છે અને પોતાના બાળકને યુક્રેનના મારિયોપોલ હોસ્પિટલમાં લઈને જઈ રહ્યા છે. ફોટો શેર કરીને ઝેલેંન્સ્કાએ લખ્યુ કે મરીના અને તેનો બૉયફ્રેન્ડ 18 મહિનાના દીકરાને રશિયન ગોળીબારમાં મોત થઈ ગયુ. વધુ એક ફોટો શેર કરીને ઓલેનાએ લખ્યુ કે આ એલિસા છે જેનુ પોતાના દાદા સાથે રશિયન ગોળીબારમાં મૃત્યુ થઈ ગયુ.

અટકી નથી રહ્યુ યુદ્ધ

અટકી નથી રહ્યુ યુદ્ધ

તમને જણાવી દઈએ કે 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન સામે સૈન્ય કાર્યવાહીનુ એલાન કર્યુ હતુ. યુદ્ધ બાદ એક તરફ જ્યાં યુક્રેનના રાષ્ટ્રપતિ દાવો કરી રહ્યા છે કે હજારો રશિયન સૈનિકોના આ યુદ્ધમાં મોત થયા છે તો રશિયાએ અધિકૃત રીતે લગભગ 400 સૈનિક માર્યા જવાની પુષ્ટિ કરી છે. વળી, રશિયા સામે પશ્ચિમી દેશો સતત એક પછી એક પ્રતિબંધ લગાવી રહ્યા છે અને રાષ્ટ્રપતિ પુતિનને યુદ્ધ રોકવાની અપીલ કરી રહ્યા છે. હાલમાં હજુ સુધી બંમે દેશો વચ્ચે કોઈ પણ પ્રકારની શાંતિ સમજૂતી થતી દેખાઈ રહી નથી.

English summary
Ukraine President wife makes emotional appeal with media sharing kids photograph.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X