For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ukraine Russia Crisis : યુક્રેનને મોટો ફટકો, બોરિસ જોન્સને કહ્યું - બ્રિટિશ સૈનિકો રશિયન સેના સામે નહીં લડે

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને મંગળવારના રોજ જણાવ્યું હતું કે, બ્રિટિશ સૈનિકો યુક્રેનમાં રશિયન દળો સામે લડશે નહીં.

|
Google Oneindia Gujarati News

Ukraine Russia Crisis : બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સને મંગળવારના રોજ જણાવ્યું હતું કે, બ્રિટિશ સૈનિકો યુક્રેનમાં રશિયન દળો સામે લડશે નહીં. જોકે, બ્રિટિશ વડાપ્રધાને એ સ્પષ્ટતા કરી હતી કે, વધારાના બ્રિટિશ સૈન્ય દળો નાટોના સભ્યોની સીમામાં નિશ્ચિતપણે તૈનાત છે. તેમણે એસ્ટોનિયાની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, આ રક્ષણાત્મક પગલાં સિવાય બીજું કંઈ નથી, જે 70 વર્ષથી વધુ સમયથી નાટોનું સાર છે. ઉલ્લેખનીય છે કે, બ્રિટને એસ્ટોનિયામાં વધુ સૈનિકો તૈનાત કર્યા છે.

Ukraine Russia Crisis

બોરિસ જોન્સને જણાવ્યું હતું કે, હું અંતમાં સ્પષ્ટ કહેવા માંગુ છું કે, અમે યુક્રેનમાં રશિયન સેના સામે લડીશું નહીં. અમારું વધારાનું સૈન્ય દળ નાટોના સભ્યોની સરહદોમાં નિશ્ચિતપણે તૈનાત છે. રશિયા પર નિશાન સાધતા બોરિસ જોન્સને કહ્યું કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બે બાબતોની ખોટી ગણતરી કરી છે. તેઓએ યુક્રેનિયન પ્રતિકારની શક્તિની ખોટી ગણતરી કરી અને તેઓએ પશ્ચિમી એકતાની શક્તિને ઓછી આંકી અને ઓછો અંદાજ કર્યો છે.

આ અગાઉ બોરિસ જ્હોન્સને જણાવ્યું હતું કે, NATO અને તેના સાથી અને G7 સાથે, યુક્રેનમાં રશિયાની કાર્યવાહી સામે એકતામાં કામ કરી રહ્યા છે. અમે રશિયાને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાથી અલગ કરી દીધું છે. અમે રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ યુક્રેનમાં તેમના દ્વેષપૂર્ણ અને ક્રૂર અભિયાન માટે શક્ય તેટલા ગંભીર આર્થિક પ્રતિબંધોને લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. બ્રિટિશ વડાપ્રધાને કહ્યું કે, રશિયન રાષ્ટ્રપતિને તેમના હેતુમાં નિષ્ફળતા મળવી જોઈએ.

બ્રિટન સતત રશિયા વિરુદ્ધ બોલતું રહ્યું છે. બ્રિટને પણ રશિયાને યુએન સિક્યુરિટી કાઉન્સિલમાંથી બહાર કરવાનો વિકલ્પ આગળ ધપાવ્યો છે. અમેરિકા અને અન્ય દેશોની સાથે બ્રિટને પણ ખુલ્લેઆમ યુક્રેનને સમર્થન આપ્યું હતું. બ્રિટને આ હુમલા બાદ રશિયા પર વિવિધ પ્રતિબંધો લગાવવાની વાત પણ કરી હતી, પરંતુ યુક્રેનને આશા હતી કે, બ્રિટન યુદ્ધમાં પણ તેમનો સાથ આપશે.

English summary
Ukraine Russia Crisis : Big blow to Ukraine, says Boris Jones - British troops will not fight Russian troops.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X