For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનમાં 'નિર્વસ્ત્ર લગ્ન'ને કરી રહ્યાં છે બધા પસંદ

|
Google Oneindia Gujarati News

china-weedind
બેઇજિંગ, 14 ઑગસ્ટઃ ચીનમાં નિર્વસ્ત્ર લગ્નનું ચલણ વધી રહ્યું છે. નિર્વસ્ત્ર લગ્નનો અર્થ કપડાં વગર નહીં પરંતુ દહેજ વગર લગ્ન કરવાનો છે. ચીનમા આ જૂની પરંપરા છે, જ્યાં બે યુગલ કોઇપણ પ્રકારના દહેજ વગર એક બીજા સાથે લગ્ન કર છે. તેને નિર્વસ્ત્ર લગ્ન કહેવામાં આવે છે. જેનો અર્થ થાય છે કે, ઘર અને કાર વગર લગ્ન કરવા. ચીનમાં વેલેનટાઇન ડેના અવસરે કરવામાં આવેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે કે ચીનમાં નિર્વસ્ત્ર લગ્ન કરવાનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે.

આ લગ્નને ઝડપથી લોકપ્રિયતા મળી રહી છે. ચીનના સમાચાર પત્ર ચીન ડેઇલી અનુસાર ચીનની એક મીડિયા કંપની ટચ મીડિયા દ્વારા ચીનના વેલેનટાઇન દિવસ એટલે કે 13 ઑગસ્ટ પર ચીનના પાંચ મોટા શહેરોમાં 15.9 લાખ ટેક્સી યાત્રીઓ પર આ સર્વે કરવામાં આવ્યો.

આ સર્વેમાં ચીનની રાજધાની બેઇજિંગ સહિત શાંધાઇ અને ક્વાંગચોને પણ સામેલ કરવામાં આવ્યો હતો. સર્વે ટીમના લોકોને નિર્વસ્ત્ર લગ્ન અને પ્રશ્ન પૂછવામાં આવ્યો. સર્વેના પરિણામ અનુસાર ઘર અને કાર વગર લગ્નના પક્ષમાં 45 ટકા લોકોએ સહમતિ વ્યક્તિ કરી, પરંતુ ચીનમાં 30 ટકા કરતા પણ ઓછા લોકો દહેજ વગર લગ્ન કરે છે.

આ સર્વેમાં સામેલ 70 ટકા લોકોએ એ વાતને પણ માની કે તેઓ લગ્ન પછી પોતાનું વેતન પોતાના સાથી સાથે વહેંચવા માટે રાજી છે. આ આંકડો ઘણો રોચક છે. દહેજ વગર લગ્નનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. લોકો વચ્ચે દહેજને લઇને માનસિકતામાં બદલાવ આવી રહ્યો છે.

English summary
A survey in China has found that the concept of naked marriage, or marrying without a house and car, is gaining currency.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X