For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાનો ગઢ બન્યો અમેરિકા, 24 કલાકમાં 1514 લોકોના મોત

કોરોનાનો ગઢ બન્યો અમેરિકા, 24 કલાકમાં 1514 લોકોના મોત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વિશ્વની મહાશક્તિ અમેરિકા કોરોનાનો ગઢ બની ગયો છે. કોરોના સંક્રમણ અને કોરોના સંક્રમિત દર્દીના મોતના મામલામાં અમેરિકા નંબર 1 પર પહોંચી ગયું છે. એવો એકેય દિવસ નથી હોતો જ્યારે કોરોનાના કારણે અમેરિકામાં 1000-2000 લોકોના મોત ના થતાં હોય. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાના સંક્રમણને રોકવામાં સંપૂર્ણનિષ્ફળ થઈ ગયા છે. કોરોનાના લપેટામાં આવવાથી અમેરિકા સૌથી ખરાબ સમયમાંથી પસા થઈ રહ્યું છે. રવિવારે અમેરિકામાં કોરોનાને પગલે 1514 લોકોના મોત થઈ ગયાં છે. માત્ર ન્યૂયોર્કમાં જ 758 લોકોના મોત થયાં છે. કોરોના વાયરસે અમેરિકામાં અત્યાર સુધીમાં 22000 લોકોના ભોગ લીધા છે.

Coronavirus

અગાઉ શનિવારે અહીં કોરોનાથી સૌથી વધુ મોત થયાં. કોરોનાને લઈ શરૂઆતી ઢીલા વલણ માટે આલોચનાનો શિકાર થઈ ચૂકેલ અમેરિકી પ્રેસિડેન્ટે હવે સખ્તી દેખાડવી શરૂ કરી દીધી, પરંતુ આ ફેસલામાં બહુ મોડું થઈ ગયું છે. અમેરિકામાં અત્યાર સુધી કુલ 5 લાખથી વધુ મામલા સામે આવી ચૂક્યા છે. જ્યારે દુનિયાભરમાં અત્યાર સુધી ઈન્ફેક્શનના કુલ 1852356 મામલા સામે આવી ચૂક્યા છે અને 114194 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

ફ્રાંસની વાત કરીએ તો અહીં પહેલાની સરખામણીએ એક દિવસમાં ઓછા મોત થયાં છે. જો કે મૃતકોની સંખ્યા 14400 પર પહોંચી ચૂકી છે. બ્રિટનમાં કોરોના વાયરસના કારણે મરનારાઓની સંખ્યા 10 હજારને પાર પહોંચી ગઈ છે. બ્રિટનમાં અત્યાર સુધી 84000 મામલા સામે આવી ચૂક્યા છે. જ્યારે કોરોના સંક્રમણના શિકાર થયેલ બ્રિટિશ પીએણ બોરિસ જોનસનની તબિયતમાં પણ સુધારો આવ્યો છે. તેમને હોસ્પિટલેથી રજા મળી ગઈ છે.

કોરોના: કોન્ડમ બનાવનારી કંપની બનાવશે ટેસ્ટ કીટ, ઓછી કીંમતમાં મળશેકોરોના: કોન્ડમ બનાવનારી કંપની બનાવશે ટેસ્ટ કીટ, ઓછી કીંમતમાં મળશે

English summary
United States of America records 1,514 Coronavirus deaths in the past 24 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X