For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં સતત બીજા દિવસે પણ 2000 લોકોનાં મોત

અમેરિકામાં સતત બીજા દિવસે પણ 2000 લોકોનાં મોત

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ મહાશક્તિ અમેરિકામાં કોરોનાથી સ્થિતિ સુધરવાને બદલે બગડતી જઈ રહી છે. કોરોનાથી સતત બીજા દિવસે અમેરિકામાં 2000 લોકોના મોત થયાં છે. અગાઉ મંગળવારે પણ અમેરિકામાં 2000 લોકોના કોરોના વાયરસથી મોત થયાં હતાં, જેમાં 731 મામલા માત્ર ન્યૂયોર્કના જ હતા. જ્યારે સતત બીજા દિવસે ફરીથી કોરોનાથી મરનારની સંખ્યા 2000 થઈ ગઈ. જ્યારે અમેરિકામાં કોરોના સંક્રમણથી મરનારની સં્યા 14000ને પાર પહોંચી ગઈ છે.

Coronavirus

અમેરિકામાં કોરોના સંક્રમણથી મોતના મામલાના કારણે ત્યાં હવે મડદાઘરોમાં જગ્યા નથી વધી. અમેરિકામાં આ વાયરસે 14000થી વધુ જીંદગીઓ છીનવી લીધી છે. જ્યારે માત્ર અમેરિકામાં 4 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે.

જો વૈશ્વિક આંકડાઓ પર એક નજર નાખીએ તો દુનિયાભરમાં આ વાયરસના કારણે અત્યાર સુધીમાં 88000 લોકોના મોત થયાં છે. જ્યારે 15,00,000 લોકો કોરોનાના લપેટામાં આવી ગયા છે.અમેરિકા ઉપરાંત ઈટલી, ફ્રાંસ, સ્પેન અને જર્મનીમાં પણ કોરોાથી મરનારની સંખ્યા તેજીથી વધી રહી છે. પાછલા 24 કલાકમાં ફ્રાંસમાં રેકોર્ડ 1417 લોકોના મોત થયાં છે જ્યારે સ્પેનમાં મૃતકોનો આંકડો ફરી વધવા લાગ્યો છે. ઈટલી, સ્પેન, બ્રિટન અને ફ્રાંસમાં સૌથી વધુ મોત થઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં માત્ર ઈટલીમાં કુલ 17669 લોકોના મોત કોરોનાના કારણએ થયાં છે. જ્યારે સ્પેનમાં 14792 અને ફ્રાંસમાં 10882 લોકો મોતને ભેટી ચૂક્યા છે.

Coronavirus: WHO અને ચીન પર વરસ્યા ટ્રમ્પ, હવે 9 એપ્રિલે સુરક્ષા પરિષદમાં ચર્ચા થશેCoronavirus: WHO અને ચીન પર વરસ્યા ટ્રમ્પ, હવે 9 એપ્રિલે સુરક્ષા પરિષદમાં ચર્ચા થશે

English summary
United States reports nearly 2,000 Coronavirus deaths for the second day in a row,More than 15,00,000 People suffering from Corona
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X