For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૂતા પર છાપ્યા ગણપતિ, અમેરિકામાં વસેલા હિંદુઓએ કંપનીને માફી માંગવા કહ્યુ

હવાઈની એક કંપનીએ જૂતાઓ પર ભગવાન ગણેશનો ફોટો પ્રિન્ટ કર્યો છે. કંપનીના આ વ્યવહારથી અહીં વસેલા હિંદુ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

|
Google Oneindia Gujarati News

હવાઈની એક કંપનીએ જૂતાઓ પર ભગવાન ગણેશનો ફોટો પ્રિન્ટ કર્યો છે. કંપનીના આ વ્યવહારથી અહીં વસેલા હિંદુ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે. દુઃખી થયેલા હિંદુ સમાજે કંપનીને અપીલ કરી છે કે તે એમની માફી માંગે અને સાથે આ જૂતાઓને બજારમાંથી પાછા લઈ લે. હિંદુ સમાજનું કહેવુ છે કે કંપનીનું આ પગલુ એકદમ ખોટુ છે અને તેને યોગ્ય ન ગણી શકાય. આ કંપનીનું નામ માયુઈ વોક છે અને હિંદુ સમાજે કંપનીને કડક નિર્દેશ આપ્યા છે કે તે વહેલામાં વહેલી તકે આ જૂતાઓ પાછા લઈ લે.

Lord Ganesha shoes

હિંદુ ધર્મમાં ગણેશ સૌથી સર્વોચ્ચ સ્થાને

નેવાદામાં હિંદુ નેતા રાજન જેદ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ભગવાન ગણેશને હિંદુ ધર્મમાં સર્વોચ્ચ સ્થાન મળેલુ છે. તેમને ઘર અને મંદિરમાં પૂજવામાં આવે છે અને તે કોઈના પગમાં સ્થાન આપી શકાય નહિ. હિંદુ દેવી દેવતાઓનો ખોટો ઉપયોગ, તેમને કોઈ કોમર્શિયલ એજન્ડા હેઠળ ઉપયોગ કરવા કે પછી કોઈ નિશાન તરીકે ઉપયોગ કરવુ યોગ્ય નથી અને આનાથી અનુયાયીયોની ભાવનાને ઠેસ પહોંચે છે. જેદ, યુનિવર્સ સોસાયટી ઓફ હિંદુઈઝ્મના પ્રેસિડેન્ટ છે તેમણે કંપની પાસે ઔપચારિક માફીનામાની માંગ કરી છે. તેમણે જૂતાને બજાર, વેબસાઈટ અને સ્ટોર્સમાંથી પાછા લેવાની પણ અપીલ કરી છે. રાજને કંપનીનું એ તરફ ધ્યાન અપાવ્યા કે હિંદુ ધર્મ દુનિયાનો સૌથી જૂનો અને ત્રીજો મોટો ધર્મ છે.

10 પ્રકારના જૂતા અને બધા પર ગણેશ

રાજનના જણાવ્યા મુજબ દુનિયાભરમાં લગભગ 1.1 બિલિયન લોકો હિંદુ ધર્મના અનુયાયી છે અને તેમની વિચારધારા અપનાવે છે. કોઈએ સમજ્યા વિચાર્યા વિના તેનો ઉપયોગ કરવો જોઈએ નહિ. તેમનુ કહેવુ છે કે કોઈ પણ ધર્મના પ્રતીકોને નાના કે મોટાપાયે ખોટી રીતે ઉપયોગ ન કરવો જોઈએ. જેદે આગળ કહ્યુ છે કે હિંદુ દેવી દેવતાઓને આ રીતે પ્રદર્શિત કરવા દુનિયાભરના હિંદુઓને દુઃખી કરી દે છે. હિંદુઓ હંમેશાથી આઝાદ અને સ્વચ્છંદ અભિવ્યક્તિના સમર્થક રહ્યા છે. તેઓ દરેકનો પોતાની વાત ખુલીને વ્યક્ત કરવાનો મોકો આપે છે. પરંતુ ધર્મ હંમેશાથી પવિત્ર રહ્યો છે અને તેનો ખોટો ઉપગોય શ્રદ્ધાળુને દુઃખી કરી દે છે. માયુઈ વોક જેની ટેગ લાઈન 'એ સ્ટેટ ઓફ માઈન્ડ' છે તે હંમેશાથી પોતાના ગ્રાહકોને કંઈક નવુ આપવાનો દાવો કરતુ રહે છે. બાકીના ઉત્પાદરનોથી અલગ કંપની મહિલાઓના 10 પ્રકારના જૂતા કે બુટ્સ પોતાની સાઈટ પર ભગવાન ગણેશના નામથી વેચી રહી છે. આની કિંમત લગભગ 45 ડૉલરથી લઈને 70 ડૉલર વચ્ચે છે. બધા જૂતા અને બુટ્સ પર ભગવાન ગણેશનો ફોટો બનેલો છે.

આ પણ વાંચોઃ દીપિકા કક્કડે જીતી બિગ બોસ 12ની ટ્રોફી, શ્રીસંત રહ્યા ફર્સ્ટ રનર અપઆ પણ વાંચોઃ દીપિકા કક્કડે જીતી બિગ બોસ 12ની ટ્રોફી, શ્રીસંત રહ્યા ફર્સ્ટ રનર અપ

English summary
Upset Hindus urge Hawaii firm to withdraw Lord Ganesha shoes and apologise.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X