ચીનને ચેતવણી આપવા 42 વર્ષ પછી અમેરિકી એરક્રાફ્ટ વિયેતનામ પહોંચ્યું

Posted By:
Subscribe to Oneindia News

વિયેતનામ યુદ્ધ પછી પહેલીવાર અમેરિકી એરક્રાફ્ટ વિયેતનામ પહોંચ્યા થી આખી દુનિયા ચોકી ગયી છે. વિયેતનામ માં અમેરિકી એરક્રાફ્ટ પહોંચવા થી યુએસ અને ચીનના સંબંધમાં ફરી એકવાર તીખાશ આવી છે. આ યાત્રાને બે પૂર્વ દુશ્મન રાષ્ટ્રો વચ્ચે ઉભરી રહેલી દોસ્તીને મજબૂત કરવાની તક માની શકાય છે. વિયેતનામ ડા નેંગ શહેરમાં યુએસ કાર્લ વિન્સન પોતાના 5500 નેવી સૈનિક બે અન્ય જહાજ સાથે 5 દિવસની યાત્રા પર પહોંચ્યા છે.

સાઉથ ચાઈના સી વિવાદ વચ્ચે પહોંચ્યું કાર્લ વિન્સન

સાઉથ ચાઈના સી વિવાદ વચ્ચે પહોંચ્યું કાર્લ વિન્સન

વિયેતનામ યુદ્ધ પછી પહેલીવાર અમેરિકા એ પહેલીવાર પોતાનું એરક્રાફ્ટ વિયેતનામ મોકલ્યું છે. જેના કારણે સાઉથ ચીન સી માં ચાલી રહ્યા વિવાદનું મૂળ ચીન નારાજ છે. પરંતુ હજુ સુધી આ એરક્રાફ્ટ માટે ચીન તરફથી કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ત્યાં જ વિયેતનામ વિદેશ મંત્રાલય ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ એરક્રાફ્ટનો ઉદેશ વિસ્તારમાં શાંતિ, સુરક્ષા, સ્થિરતા, વિકાસ અને સહયોગ કરવાનો છે.

અમેરિકી એરક્રાફ્ટ ચીનને ચેતવણી

અમેરિકી એરક્રાફ્ટ ચીનને ચેતવણી

આ પહેલા સાઉથ ચાઈના સી માં અમેરિકી શિપ જોતા ચીન તેના પર આપત્તિ દર્શાવી ચૂક્યું છે. સાઉથ ચાઈના સી માં ઘણી વાર અમેરિકી અને ચીન શિપ સામસામે આવી ચુક્યા છે. ચીન લાંબા સમયથી સાઉથ ચાઈના સી માં કંસ્ટ્રશન કરી રહ્યું છે. જેના પર અમેરિકા સહીત સાઉથ એશિયા દેશો વિરોધ નોંધાવી ચુક્યા છે. અમેરિકી એરક્રાફ્ટ વિયેતનામ પહોંચવું ચીન માટે એક મોટી ચેતવણી છે.

સાઉથ એશિયામાં અમેરિકા અને ચીન સામસામે

સાઉથ એશિયામાં અમેરિકા અને ચીન સામસામે

વિયેતનામ યુદ્ધ પછી અમેરિકા અને વિયેતનામ સંબધોમાં સુધાર આવ્યો છે. વિયેતનામ સેનાને મજબૂત કરવા માટે અમેરિકા લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ ચીનની હરકતો થી કંટાળીને વિયેતનામ પણ ઘણીવાર અમેરિકાની મદદ લેતું રહ્યું છે. દક્ષિણ એશિયા અને પ્રશાંત મહાસાગરમાં ચીનની તાકાત ઓછી કરવા માટે અમેરિકા ઘણી કોશિશ કરી રહ્યું છે.

English summary
US Aircraft carrier arrives in vietnam with a message for china.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.