OMG: નવા વર્ષે Boss તેના 800 કર્મચારીઓને આપી આ ગ્રીફ્ટ

કંપનીના સીઇઓ ગૈરી બર્ચ અને તેની પત્ની બેકીએ આ વર્ષે પોતાના ટાર્ગેટ મેળવનાર કર્મચારીઓને એક અદ્ઘભૂત ગ્રીફ્ટ આપી વધુ વાંચો અહીં....

એક અમેરિકન કંપનીના બોસે તેના કર્મચારીઓને નવા વર્ષે એક અદ્ધભૂત ગ્રીફ્ટ આપી છે. સમગ્ર વર્ષ મહેનત કરનારા આ કર્મચારીઓને ઇનામ તરીકે કેરિબિયન ક્રૂઝ પર રજાઓ માણવાની અદ્ઘભૂત ભેટ આ કંપનીએ આપી છે. કંપનીના બોસે તેના 800 કર્મચારીઓને ક્રૂઝ પર મોકલ્યા છે. બર્ચ કેબિનેટ્સના સીઇઓએ 2017ની શરૂઆતમાં તેના સ્ટાફને 5 દિવસની રજાઓ માટે મોકલવાની જાહેરાત કરી છે. અને આ માટે કરીને લગભગ 800 કર્મચારીઓનો સમગ્ર ખર્ચો કંપની ઉઠાવશે.

cruise

કંપનીના સીઇઓ ગૈરી બર્ચ અને તેમની પત્ની બેકીએ આ વાતની જાણકારી તેમના કર્મચારીઓને આપી. તેમણે જણાવ્યું કે કંપનીએ તેમના આ વર્ષનું ટાર્ગેટ મેળવી લીધુ છે. જેના કારણે તે તેના કર્મચારીઓને કૈરિબિયન ક્રૂઝમાં રજાઓ માટે મોકલી રહ્યું છે. આ ક્રૂઝ મેક્સિકોના કોઝૂમલ પર રોકાશે. ધ કુરિયરમાં છપાયેલી આ ખબર મુજબ ગૈરી બર્ચ આ અંગે ફેસબુકમાં પણ જાણકારી આપી છે. જે મુજબ 9 થી 13 જાન્યુઆરી દરમિયાન કંપનીના તમામ વિભાગો બંધ રહેશે અને તમામ કર્મચારીઓ ક્રૂઝની રજા માણશે.

નોંધનીય છે કે આ પહેલા ગૈરી બર્ચ પોતાના સ્ટાફ સાથે મિયામીના ફાઇવ સ્ટાર હોટેલમાં એક રાત રોકાશે. તે માટે ખાસ ચાર ચાર્ટર એરક્રાફ્ટ પ્લેનની પણ તૈયારી કરવામાં આવી છે. જ્યાંથી કર્મચારીઓ શિપ પર જવા રવાના થશે. નોંધનીય છે કે ગૈરીએ ગિલ્બર્ટવિલે બાર્ન નામની કંપનીની શરૂઆત 1977માં કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X