For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકા: બર્ફિલા તોફાનમાં 10 લોકોના મોત, વિજળી વિના અંધરપટ છવાયો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

-winter-storm-america
ન્યૂયોર્ક, 10 ફેબ્રુઆરી: ઉત્તરી પૂર્વી અમેરિકા અને કેનેડામાં આવેલા ભીષણ બર્ફિલા તોફાનમાં દસ લોકોના મોત નિપજ્યાં છે, કેટલાક વિસ્તારોમાં ત્રણ-ત્રણ ફૂટ સુધી બરફ પથરાઇ ગયો છે તથા સાત લાખ લોકોના ઘરમાં વિજળી ગુલ થઇ ગઇ છે. પોર્ટલેડ અને માયનામાં રેકોર્ડબ્રેક બરફવર્ષા થઇ જ્યાં 32 ઇંચ સુધી બરફની ચાદર છવાઇ ગઇ છે. કનેક્ટિક્ટમાં ત્રણ ફૂટ સુધી બરફ પડ્યો છે જેના કારણે જનજીવન સંપૂર્ણ રીતે ઠપ્પ થઇ ગયું છે.

ભીષણ બરફવર્ષાના કારણે રસ્તાઓ બંધ થઇ ગયા છે, હવાઇમથકો બંધ થઇ ગયા છે અને પાંચ લાખ લોકો વિજળી વિના ભયંકર ઠંડીમાં રહેવા માટે મજબૂર બન્યા છે. જેમાં મૈસાચુસેટ્સમાં ચાર લાખ, રોહડ આયલેંડમાં એક લાખ 86 હજાર તથા કનેક્ટિકટમાં લગભગ 39 હજાર લોકો વિજળી વિહોણા બની ગયાં છે. કનેક્ટિક્ટના ગર્વનર ડેનેલ પી મેલોયના હવાલાથી સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે આ તોફાને ગત બધા રેકોર્ડ તોડી દિધા છે.

તેમને જણાવ્યું હતું કે બરફ દૂર કરવામાં કેટલાક દિવસોનો સમય પસાર થશે. તેમને જણાવ્યું હતું કે જે વિસ્તારોમાં વિજળી નથી ત્યાં હિટીંગ સેન્ટર સ્થાપવામાં આવ્યાં છે. ફ્લાઇટએવેયરના અનુસાર કાલે 2200 ઉડાણો રદ કરવામાં આવી અને ગત બે દિવસોમાં 5800 ઉડાણો રદ કરવામાં આવી છે. આજે પણ કેટલીક ઉડાણો રદ કરવાની આશંકા છે.

બોસ્ટનના લોગાન ઇન્ટરનેશનલ એરપોર્ટ તથા કનેક્ટિકટના બ્રાડલે ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ રાખવામાં આવ્યાં છે. અમેરિકામાં તોફાનના કારણે એક 11 વર્ષીય બાળક સહિત સાત લોકોના મોત નિપજ્યાં છે. કેનેડાના આંતોરિયામાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે.

English summary
A "record-breaking" winter-storm battered northeast US and Canada, killing at least 10 people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X