For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાએ કાશ્મીરના હુમલાને ભારપૂર્વક વખોડ્યો

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન, 6 ડિસેમ્બર : જમ્મુ કાશ્મીરમાં શુક્રવારે આર્મી કેમ્પ પર થયેલા ચાર આતંકવાદી હુમલાને અમેરિકાએ ભારપૂર્વક વખોડી કાઢ્યો છે. આ મુદ્દે અમેરિકના પ્રમુખ બરાક ઓબામાએ ભારત સાથે મળીને આતંકવાદને ખતમ કરવાની કટિબદ્ધતા પણ દર્શાવી હતી.

terrorist

અમેરિકાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અમેરિકા સખત શબ્દોમાં કાશ્મીર હુમલાની નિંદા કરે છે, જેમાં નિર્દોષ નાગરિકો અને સેના જવાનોએ જીવ ગુમાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના સેપિયા, ઉરી સેક્ટરમાં થયેલા ચાર આતંકવાદી હુમલાને પગલે અહીં ભય વ્પાપી ગયો હતો. આ હુમલામાં નાગરિકો સહિત 20 લોકોનાં મરણ થયા છે. છેલ્લા છ વર્ષોમાં થયેલા આતંકવાદી હુમલામાં પહેલીવાર બન્યું જ્યારે સેનાએ તેના સૌથી વધુ જવાન આતંકતવાદીઓ સાથેના ઘર્ષણમાં ગુમાવ્યા છે.

નોંધનીય છે કે આગામી મંગળવારે રાજ્યમાં ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આ પૂર્વે સોમવારે વડા પ્રધાન મોદી શ્રીનગરમાં ચૂંટણી પ્રચાર સભા માટે પહોંચી રહ્યા છે. આ સ્થિતિમાં સેના પ્રમુખ દલબીર સિંહ સુહાગ આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. આ પૂર્વે ગઈકાલે તેમણે હુમલા સંદર્ભે વડા પ્રધાન મોદીને દિલ્હીમાં માહિતી આપી હતી.

English summary
US strongly condemns terror attacks in Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X