For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

26/11ના આરોપી રાણાને આજે સજા સંભળાવાશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

tahawwur-rana
શિકાગો, 17 જાન્યુઆરી: મુંબઇ હુમલાના આરોપી ડેવિડ હેડલીના સાથી તહવ્વુર રાણા વિરૂદ્ધ આજે સજાનું એલાન કરવામાં આવશે. અમેરિકાના શિકાગોની કોર્ટ સજા સંભળાવશે. તહવ્વુર રાણા પર ડેનમાર્કના એક સમાચાર પત્રની ઓફિસ પર હુમલાનું કાવતરૂ ઘડનારો મુખ્ય આરોપી છે. શિકાગોની કોર્ટ ડેનમાર્કમાં એક સમાચાર પત્રની ઓફિસમાં હુમલાનું કાવતરૂ ઘડનાર આરોપી તહવ્વુર રાણાને સજા ફટકારવામાં આવશે.

સંઘીય ગ્રાંડ જ્યૂરીએ 52 વર્ષીય રાણાને ડેનમાર્કના સમાચાર પત્ર 'જિલાંદસ પોસ્ટન' પર જૂન 2011માં આતંકી હુમલાનું કાવતરૂ ઘડવાનું અને લશ્કર-એ-તોઇબાને મદદ કરવા બાબતે દોષી ગણાવ્યો છે. તહવ્વુર રાણાની 26/11 મુંબઇ આતંકી હુમલામાં સંલિપ્તતાના આરોપમાં 2009માં ધરપકડ કરવામાં આવી હતી.

તેને આ આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો પરંતુ ભારતીય તપાસકર્તાઓએ તેના પર મુંબઇ હુમલમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે તે ફરીથી પૂછપરછની માંગણી કરી રહ્યાં છે. કાર્યકારી અમેરિકા અટોર્ની ગૈરી એસ શૈપિરોએ સરકાર તરફથી શિકાગો કોર્ટ પાસેથી સ્થિતી પત્રમાં તહવ્વુર રાણાને 30 વર્ષની કેદની સજાનો આદેશ સંભળાવવાની અપીલ કરી છે.

તહવ્વુર રાણાની પહેલાં મુંબઇ હુમલા મુદ્દે 2009 ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ શિકાગોની કોર્ટમાં તેને આ મુદ્દે છોડી મુકવામાં આવ્યો હતો. જો કે ભારતીય તપાસ એજન્સીએ તેને મુંબઇ હુમલાનો આરોપી બનાવ્યો છે.

તહવ્વુર રાણા પાકિસ્તાની મૂલનો કેનેડાઇ નાગરિક છે. તેના પર મુંબઇ હુમલોના આરોપો અને પાકિસ્તાની મૂળના અમેરિકી નાગરિક દાઉદ ગિલાની ઉર્ફ ડેવિડ હેડલી અને આતંકી સંગઠન લશ્કર-એ-તોઇબાના નાપાક ઇરાદાઓ માટે પૈસાની વ્યવસ્થા કરવાના આરોપો પણ છે.

English summary
Defence attorneys are seeking no more than a nine-year prison term for a US businessman convicted of backing terrorism in Denmark and supporting a terrorist group that staged attacks in 2008 in Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X