For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US Election 2020: ડોનાલ્ડ ટ્ર્રમ્પે ફ્લોરિડા, એરિજોનામાં સારા મત મળવાનો કર્યો દાવો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મંગળવારે પૂરો વિશ્વાસ છે કે તે આવતા ચાર વર્ષો સુધી ફરીથી અમેરિકી રાષ્ટ્રપતિના પદ પર રહેવાના છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મંગળવારે પૂરો વિશ્વાસ છે કે તે આવતા ચાર વર્ષો સુધી ફરીથી અમેરિકી રાષ્ટ્રપતિના પદ પર રહેવાના છે. ટ્રમ્પે કહ્યુ કે તેમને આ વિશે માહિતી મળી છે કે રિપબ્લિકન્સ મહત્વના રાજ્ય જેવા કે ફ્લોરિડાઅને એરિજોનામાં ઘણુ સારુ પર્ફોર્મ કરી રહ્યુ છે. ટ્રમ્પે આ સાથે જ કહ્યુ કે તેમની પાસે એક વાર ફરીથી સારા ચાર વર્ષનો મોકો આવવાનો છે.

trump

જીતની કોઈ સ્પીચ નથી તૈયાર

રાષ્ટ્રપતિ ટ્રમ્પ રિપબ્લિકન નેશન કૉન્ફરન્સના હે઼ડક્વાર્ટર વર્જિનિયામાં હાજર હતા. તેમણે કહ્યુ, 'મને જાણવા મળ્યુ છે કે અમે ફ્લોરિડા, એરિજોનામાં સારુ કરી રહ્યા છે, ટેકસાસમાં અસામાન્ય રીતે સારુ કરી રહ્યા છે, અમને દરેક જગ્યાએ સારા પરિણામો મળવાના છે. મારો વિચાર છે કે અમારી રાત સારી પસાર થવાની છે અને અમને ફરીથી મહાન ચાર વર્ષ મળવાના છે.' જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે શું તેમણે જીત બાદની કોઈ સ્પીચ તૈયાર કરી છે તો આના પર રાષ્ટ્રપતિએ જવાબ આપ્યો, 'અત્યારે હું આના પર નથી વિચારી રહ્યો. આશા છે કે બેમાંથી કોઈ એક જ હશે. જીતવુ સરળ છે પરંતુ હારવુ બહુ મુશ્કેલ છે - મારા માટે તો હારવુ બહુ જ મુશ્કેલ છે. જ્યારે તમે રેલીઓને જુઓ છો, તમને જોવા મળે છે કે દેશમાં ખૂબ પ્રેમ છે અને અસામાન્ય રીતે એકતા છે.' પોતાના કેમ્પેઈન વિશે તેમણે કહ્યુ, 'અમે રેલીઓ કરી અને આ રેલીઓમાં પ્રેમ જોવા મળ્યો. પહેલા અમને આવો અનુભવ ક્યારેય નથી થયો. મારા ખ્યાલથી આ રેલીઓનુ મિશ્ર રૂપ હતુ અને બીજી ચર્ચામાં અમે આગળ રહ્યા.' ટ્રમ્પના જણાવ્યા મુજબ સફળતાએ બધાને એક સાથે લાવીને ઉભા કરી દીધા અને 33.1 ટકા સુધી જીડીપી પહોંચી અને આ રીતના આંકડા પહેલા ક્યાેય જોવા નથી મળ્યા.

વિજેતાનુ નામ આવવામાં લાગી શકે છે સમય

ટ્રમ્પે આ દરમિયાન કોરોના વેક્સીન પર પણ વાત કરી. તેમણે કહ્યુ, 'વેક્સીન જલ્દી આવવાની છે. વૈજ્ઞાનિકોને સફળતા મળી રહી છે અને ગયુ વર્ષ બેસ્ટ હતુ તો આવત વર્ષ સફળતાથી ભરેલુ હશે.' રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ દરમિયાન માસ્ક પહેર્યુ નહોતુ. ટ્રમ્પને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે રિપબ્લિકન્સે ચૂંટણીમાં કેવુ પર્ફોર્મ કર્યુ તો તેનો જવાબ હતો, 'મારા ખ્યાલથી પેંસિલવેનિયા ઘણુ મહત્વપૂર્ણ છે અને ફ્લોરિડા પણ મહત્વનુ છે. ઘણા લોકો ટેકસાસ વિશે વાત કરે છે. અમને અસામાન્ય જીત મળવાની છે.' અમેરિકામાં લગભગ 100 મિલિયન એટલે કે 10 કરોડથી વધુ લોકો પોતાનો મત આપી ચૂક્યા છે. આ વર્ષે લગભગ 239 મિલિયન લોકો વોટિંગને યોગ્ય છે. પોસ્ટમાંથી આવેલ મતપત્રોને ગણવામાં થોડા દિવસો લાગી શકે છે એટલે કે વિજેતાનુ નામ ચૂંટણી ખતમ થવાના અમુક કલાકો બાદ સુધી જાણી શકાશે નહિ.

ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રએ ટ્વિટ કર્યો ભારતનો વિવાદિત નક્શોડોનાલ્ડ ટ્રમ્પના પુત્રએ ટ્વિટ કર્યો ભારતનો વિવાદિત નક્શો

English summary
US Election 2020: Donald Trump says he is doing well in key states like Florida and Arizona.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X