For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US Election 2020: અર્લી વોટિંગે બદા રેકોર્ડ તોડ્યા, 4 કરોડ મતદાતા વોટિંગ કરી ચૂક્યા છે

US Election 2020: અર્લી વોટિંગે બદા રેકોર્ડ તોડ્યા, 4 કરોડ મતદાતા વોટિંગ કરી ચૂક્યા છે

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં બીજા કાર્યકાળ માટે પૂરી કોશિશો કરી રહ્યા ચે ત્યારે ડેમોક્રેટ જો બિડેન હવે ધીરે ધીરે પકડ બનાવતા જઈ રહ્યા છે. બુધવારે તેમના સમર્થનમાં પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામા પણ ઉતરી આવ્યા. ચૂંટણીમાં હવે માત્ર 11 દિવસ બચ્યા છે અને તે પહેલાં અર્લી વોટિંગે બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. બિડેન અને રિપબ્લિકન પાર્ટીના ટ્રમ્પ વચ્ચે મુકાબલો આગામી દિવસોમાં વધુ આકરો થવાનો છે અને વોટિંગ ડે પહેલાં જ થઈ રહેલ અર્લી વોટિંગે આ તરફ ઈશારો કરી દીધો છે.

us election

કોરોના વાયરસથી ડરી રહ્યા છે વોટર્સ

અમેરિકાના તમામ મહત્વના રાજ્યો અથવા બેટલગ્રાઉન્ડ સ્ટેટ્સમાં વોટર્સ ઉત્સાહ સાથે વોટિંગ કરવા નિકળ્યા. 20 ઓક્ટોબર સુધી અર્લી વોટિંગ અંતર્ગત 40 મિલિયન એટલે કે ચાર કરોડ મતદાતા મતદાન કરી ચૂક્યા છે. વોટર્સ વચ્ચે આ વખતે કોરોના વાયરસ મહામારીનો ડર આસાનીથી જોઈ શકાય છે. મહામારીને પગલે મતદાતા સમયથી પહેલાં જ પોતાના બેલેટનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે. સ્ટેટ ઈલેક્શન ઑફિશિયલ્સ તરફતી જણાવવામાં આવ્યું કે શુક્રવારે એટલે કે 16 ઓક્ટોબર સુધી 22 મિલિયન અમેરિકી નાગરિકોએ અર્લી વોટિંગમાં પોતાના બેલેટ પેપરનો ઉપયોગ કર્યો હતો. યૂએસ ઈલેક્શન પ્રોજેક્ટ મુજબ વોટર્સ ખુદ આવી અથવા તો મેલ દ્વારા પોતાનો વોટ નાખી રહ્યા ચે. વર્ષ 2016માં અર્લી વોટર્સે મોટા પાયે પરિણામોને પ્રભાવિત કર્યાં હતાં. તે વર્ષે આ સમય સુધી બસ 10 મિલિયન અર્લી વોટ્સ જ પડ્યાં હતાં. નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોના વાયરસ મહામારીને પગલે લોકો અર્લી વોટિંગ જ પસંદ કરી રહ્યા છે. મંગળવારે ટેક્સાસમાં અર્લી વોટિંગના પહેલા દિવસે રેકોર્ડ વોટિંગ થયું. ઓહાયો કે જે પરિણામને સૌથી વધુ પ્રભાવિત કરવાના હિસાબે સૌથી વધુ સંવેદનશીલ રાજ્ય છે ત્યાં 2.3 મિલિયન પોસ્ટલ બેલેટનો અનુરોધ કર્યો છે. વર્ષ 2016ની સરખામણીએ આ આંકડો બમણો છે.

US Election 2020: પોતાના દોસ્ત બિડેન માટે ચૂંટણી પ્રચારમાં ઉતરશે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાUS Election 2020: પોતાના દોસ્ત બિડેન માટે ચૂંટણી પ્રચારમાં ઉતરશે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા

ટ્રમ્પની લોકપ્રિયતા સતત ઘટી

3 નવેમ્બરે વોટિંગ ડે પહેલાં બંને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. બુધવારે ટેક્સાસની ક્વિનપિયાક યૂનિવર્સિટી તરફતી થયેલ સર્વે પર જો વિશ્વાસ કરીએ તો આ વખતે રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ જો બિડેન વચ્ચે રાજ્યમાં ટાઈની સ્થિતિ છે. ટેક્સાસ એક બેટલગ્રાઉન્ડ સ્ટેટ છે અને અહીં પ્રેસિડેન્ટ ટ્રમ્પે જીત હાંસલ કરવી થોડી મુશ્કેલ થઈ શકે છે. યૂનિવર્સિટી તરફથી જાહેર પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું કે, આજે ટ્રમ્પ અને બિડેન વચ્ચે 47-47 ટકાની સાથે વોટર્સ વચ્ચે ટાઈની સ્થિતિ છે. 24 સપ્ટેમ્બરે જે સર્વે થયો હતો તેમાં ટેક્સાસમાં ટ્રમ્પ્ પાસે 50 ટકા અને બિડેન પાસે 45 ટકા વોટર્સ હતા.

English summary
US Election 2020: forty million voters use their right of early voting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X