For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US Election 2020: અત્યાર સુધીમાં બિડેનને 227 વોટ મળ્યા, ટ્રમ્પને 210

US Election 2020: અત્યાર સુધીમાં બિડેનને 227 વોટ મળ્યા, ટ્રમ્પને 210

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકામાં 46મા રાષ્ટ્રપતિ માટે ચૂંટણી થઈ ચૂકી છે અને હવે પરિણામ આવવા લાગ્યાં છે. મુકાબલો રિપબ્લિક પાર્ટીના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ જો બિડેન વચ્ચે છે અને આ મુકાબલો બહુ આકરો છે. ફૉક્સ ન્યૂઝ મુજબ પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ બિડેન રાષ્ટ્રપતિ બનવા તરફ આગળ વધી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પને જો કે પોતાની જીત પર પૂરો ભરોસો છે. ફૉક્સ ન્યૂઝને રિપબ્લિકન પ્રેસિડેન્ટનું ફેવરિટ માનવામાં આવે છે. પરંતુ જો તેમની રિપોર્ટ પર વિશ્વાસ કરીએ તો હાલ બિડેન 227 ઈલેક્ટોરલ વોટ છે જ્યારે ટ્રમ્પ પાસે 210 વોટ્સ છે. જીતવા માટે બંને ઉમેદવારોને 270 ઈલેક્ટોરલ વોટ્સની જરૂરત છે.

US Election 2020

US: ચૂંટણી અધિકારીઓએ ચેતવ્યા - મત ગણતરીમાં લાગી શકે છે અમુક દિવસોનો સમય, જાણો કારણUS: ચૂંટણી અધિકારીઓએ ચેતવ્યા - મત ગણતરીમાં લાગી શકે છે અમુક દિવસોનો સમય, જાણો કારણ

જ્યોર્જિયામાં ટ્રમ્પ આગળ

ફૉક્સ ન્યૂઝ મુજબ જો બિડેન પાસે હાલ 223 ઈલેક્ટોરલ વોટ્સ છે જ્યારે ટ્રમ્પ પાસે 204 વોટ્સ છે. જીત માટે બંને ઉમેદવારે 270 વોટની જરૂરત હોય છે. ડેમોક્રેટ જો બિડેન ન્યૂયોર્ક, કોલોરાડો, કનેક્ટિકટ જીત્યા. ડોનાલ્ડ ટ્રમ્પે સાઉથ ડકોટામાં જીત હાંસલ કરી છે. ફ્લોરિડામાં ટ્રમ્પ અને બિડેનનો મુકાબલો ઘણો નજીકનો થઈ ગયો છે. ટ્રમ્પે સાઉથ કેરોલિનામાં જીત હાંસલ કી છે. ટ્રમ્પ અત્યાર સુધીમાં અલબામા, સાઉથ ડકોટા, નોર્થ ડકોટા, અરાકંસાસ, ટેનેસી, વેસ્ટ વર્જિનિયા, ઓકલાહોમા, કેંટુકી અને ઈન્ડિયાનામાં જીત હાંસલ કરી ચૂક્યા છે. જ્યોર્જિયામાં પણ ટ્રમ્પ હાલ આગળ ચાલી રહ્યા છે. ફૉક્સ ન્યૂઝે એક સમયે ટ્રમ્પ પાસે 148 ઈલેક્ટોરલ વોટ અને બિડેન પાસે 203 ઈલેક્ટોરરલ વોટનો દાવો કર્યો હતો.

English summary
US Election 2020: So far Biden has received 227 votes, Trump 210
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X