US Election 2024 : અમેરિકાની સત્તા કોના હાથમાં? જાણો ક્યાં સુધીમાં આવી જશે પરિણામ?

US Election 2024 Voting : અમેરિકી પ્રેસિડેન્ટની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચુક્યુ છે. મતદાન શરૂ થયા બાદ તરત જ પરિણામો આવવાના શરૂ થઈ જશે.

જો કે કેટલાક કારણોસર પરિણામ જાહેર થવામાં મોડુ થઈ શકે છે. પરિણામ જાહેર થવામાં કેટલાક દિવસો પણ લાગી શકે છે.

US Election 2024 Voting

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રક્રિયા ભારત કરતા અલગ છે. અહીં દરેક રાજ્યમાં મત ગણતરી અને ચૂંટણીના નિયમો અલગ-અલગ આવે છે, જે ચૂંટણીને વધુ જટિલ બનાવે છે.

આજે 5 નવેમ્બર ચૂંટણીનો દિવસ હોવા છતાં જુદા જુદા સમય ઝોન અને ધીમી ગણતરી પ્રક્રિયાને કારણે અંતિમ પરિણામોમાં કલાકો અથવા તો દિવસો લાગી શકે છે.

અમેરિકામાં ચૂંટણી પરિણામો જાહેર કરવા કોઈ રાષ્ટ્રીય ચૂંટણી પંચ નથી. અહીં મતોની ગણતરીની જવાબદારી રાજ્ય અને સ્થાનિક સરકારો પર રહે છે. અમેરિકન મીડિયા મતદાન સમાપ્ત થયાના થોડા કલાકો પછી પ્રારંભિક વલણોના આધારે કયો ઉમેદવાર જીત તરફ આગળ વધી રહ્યો છે તેની જાહેરાત કરે છે.

અમેરિકા જેવા વિશાળ દેશમાં છ અલગ-અલગ ટાઈમ ઝોન છે, જેના કારણે અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ સમયે મતદાન પુરૂ થાય છે.

અંતિમ મતદાન 01:00 PM EST પર બંધ થશે, જે બુધવારે સવારે 11:30 વાગ્યે છે. મતલબ કે બુધવાર રાત સુધીમાં એ સ્પષ્ટ થઈ જશે કે આ વખતે વ્હાઇટ હાઉસની રેસમાં કોણ આગળ છે.

અમેરિકાના 51 રાજ્યોમાં ઘણા એવા છે જેમની મતદાન પેટર્ન અનુમાનિત છે અને તેમના પરિણામો ઝડપથી આવે છે. પરંતુ કેટલાક સ્વિંગ સ્ટેટ છે જેમાં બંને પક્ષો જીતી શકે છે. આ સ્વિંગ સ્ટેટ્સ અંતિમ પરિણામ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

આ વખતે સ્વિંગ રાજ્યોમાં કુલ 93 ઈલેક્ટોરલ કૉલેજ મત છે અને આમાંના કોઈપણ પક્ષની થોડી લીડ સમગ્ર ચૂંટણીના પરિણામને બદલી શકે છે.

સ્વિંગ સ્ટેટ્સમાં ઘણી વાર નાના માર્જિનથી પરિણામો આવે છે, કેટલીકવાર મતોની પુન: ગણતરીની જરૂર પડે છે. ચૂંટણી પરિણામો સામે કાનૂની પડકારો પણ ઊભી થઈ શકે છે, જે અંતિમ પરિણામોમાં વિલંબ કરી શકે છે. 2020ની ચૂંટણીમાં પેન્સિલવેનિયા જેવા સ્વિંગ રાજ્યોના પરિણામે જો બાઈડન માત્ર 1.1% માર્જિનથી જીત્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X